કોરોનાએ ફરી માથું ઉચકતાં માઉન્ટ આબુથી પરત ફરેલા પાલનપુરના દંપતીને કોરોના પોઝીટીવ કેસમાં સપડાયા

Share

 

માઉન્ટ આબુ ગયેલું પાલનપુરનું એક દંપતી રજાઓ વિતાવીને પરત પાલનપુર આવતાં બીમારીમાં સપડાયું હતું. જે બાદ સેમ્પલ દરમિયાન તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં આરોગ્ય વિભાગે દંપતી પરિવારને તકેદારી રાખવા સુચના આપી છે. જીલ્લામાં ધીરે ધીરે કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે લોકો પણ સાવચેતી રાખે તે જરૂરી છે.

 

 

પાલનપુર આરોગ્ય વિભાગે દંપતી પરિવાર પાસે ટ્રાવેલ્સ હિસ્ટ્રી અંગેની વિગતો પૂછતાં જાણવા મળ્યું હતું કે, ‘તેઓ થોડા દિવસ પૂર્વે માઉન્ટ આબુમાં ફરવા ગયા હતા. જ્યાંથી પરત આવ્યા બાદ તેમણે આર.ટી.પી.સી.આર. કરાવતાં કોરોના સેમ્પલ બંને પતિ-પત્નીના પોઝીટીવ આવ્યા હતા.’

 

 

આ અંગેની વિગતો આપતાં ડીસ્ટ્રીક્ટ એપેડેમીક ઓફીસર ડો. નરેશ ગર્ગે જણાવ્યું હતું કે, ‘મજાદર મેતાના એક્ટિવ કેસો બાદ પાલનપુરની હાઇવે સોસાયટી સ્થિત પતિ-પત્નીના સેમ્પલ પોઝીટીવ આવ્યા છે.

 

 

જીલ્લામાં રવિવારે 2408 આર.ટી.પી.સી.આર. સેમ્પલ, 560 એન્ટીજનના સેમ્પલ મળી કુલ 2968 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી એક આર.ટી.પી.સી.આર. સેમ્પલ પોઝીટીવ આવ્યું હતું. જ્યારે અન્ય ખાનગી લેબનું સેમ્પલ પોઝીટીવ આવ્યું હતું. હાલમાં રવિવારે આવેલા બે પોઝીટીવ કેસ સાથે મળી એક્ટિવ કેસની સંખ્યા 5 પર પહોંચી છે.’

 

 

તો બીજી તરફ વહીવટી તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘પાલનપુર શહેરમાં કોરોનાના કેસો ન વધે તે માટે તકેદારી રાખવાના ભાગરૂપે માસ્ક ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. જીલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી લોકોને જાહેર સ્થળોએ ફરજીયાત માસ્ક પહેરવા માટે તાકીદ કરી છે.’

 

 

સાબરકાંઠા જીલ્લામાં રવિવારે વધુ બે પોઝીટીવ કેસ નોંધાતાં એક્ટિવ કેસની સંખ્યા 21 થઇ ગઇ છે. પ્રતિદિન નોંધાઇ રહેલ કોરોના પોઝીટીવ કેસને પગલે કોરોનાની દહેશત અનુભવાઇ રહી છે પરંતુ દૈનિક ગતિવિધીઓમાં કોરોના ગાઇડલાઇનનો અમલ જોવા મળતો નથી.

 

 

સાબરકાંઠામાં 10 દિવસ અગાઉ ઇડર તાલુકામાં કોરોનાનો કેસ નોંધાયા બાદ હિંમતનગર શહેર અને આજુબાજુના વિસ્તારના રહીશો અમદાવાદ, આણંદ અને બહુચરાજી ફરી આવ્યા બાદ શહેરના ગાયત્રી મંદિર રોડ, પેલેસ રોડ અને મોટી વ્હોરવાડ અલીફ મસ્જીદ મીનારા મસ્જીદ ઝહીરાબાદમાં ચોક્કસ પોકેટમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.

 

 

રવિવારે સાંજે હિંમતનગર શહેરની મોટી અલીફ મસ્જીદ વિસ્તારમાં 76 વર્ષિય વૃદ્ધ અને વડાલી તાલુકાના થેરાસણા ગામના 50 વર્ષિય વ્યક્તિનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો.

 

 

મહેસાણા જીલ્લામાં રવિવારે વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે. જેમાં મહેસાણા શહેરના ઓ.એન.જી.સી. નગરમાં બિહારથી આવેલા 31 વર્ષિય યુવક કોરોના સંક્રમિત છે.

 

જ્યારે મહેસાણાના સોમનાથ રોડ ઉપર 50 વર્ષિય વ્યક્તિનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતાં આઇસોલેટ કરી સારવાર ચાલુ કરાઇ છે. ઉપરાંત વિસનગરના કાંસામાં એક 64 વર્ષિય મહીલા કોરોના સંક્રમિત છે. જીલ્લામાં એક્ટિવ કેસ વધીને કુલ 20 થયા છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share