બનાસકાંઠાના સુંદર જેસોર અભયારણ્યની સુંદરતા વધારતું 38 હેક્ટરનું ભવ્ય સરોવર

Share

 

આ તસવીર બનાસકાંઠાના જેસોર અભયારણ્યના કુદરતી પાણીના સૌથી મોટા સ્ત્રોત સમા 38 હેક્ટરમાં પથરાયેલા સરોવરની છે. 180 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું બનાસકાંઠાનું જેસોર અભયારણ્ય ઉત્તર ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે. જે 80 રીંછ, 20 દીપડા સાથે ઝરખ, ઘોરખોદિયું, શાહુડી, વનિયર, શિયાળ, જંગલી બિલાડી, નીલગાય અને જંગલી ભૂંડ સહિતનાં પ્રાણીઓનું આશ્રય સ્થાન છે.

વન્ય જીવનને સતત ધબકતું રાખવા અભયારણ્યની વચ્ચે આવેલ અંદાજે 38 હેક્ટરમાં પથરાયેલા સરોવર કુદરતી પાણીનો સૌથી મોટો સ્ત્રોત છે. ચોમાસા દરમિયાન થતાં વરસાદી પાણીના સંગ્રહના કારણે અભયારણ્યમાં વસતાં પ્રાણીઓને આખું વર્ષ તરસ છીપાવવા આ સરોવર મહત્વનો ભાગ ભજવે છે.

ખાસિયત:-

180 ચોરસ કિમીમાં પથરાયેલ છે આ અભયારણ્ય

અસંખ્ય શરીસૃપ પ્રજાતિ:-

ઝરખ, ઘોરખોદિયું,શાહુડી, વનિયર, શિયાળ,જંગલી બિલાડી, નીલગાય,જંગલી ભૂંડ, વાંદરા વગેરે મોટી સંખ્યામાં જોવા મળે છે.

જેસોર જંગલમાં સૌથી વધુ ધવના વૃક્ષ છે. આ સિવાય ખાખરો, સલાઈ, ગોલર,ગાંડો બાવળ,બોર,કરંજ, દૂધી,જાંબુ, ખાટી આંબલી,શીમળો, બેહડો,બાવળ, બિલી,વડ,કરમદા, ટીમરૂ,ગરમાળો,કડાયો વગેરે સહુથી વધુ વૃક્ષ ધવના છે. જેનો ઉપયોગ પાદડા માલઢોરના ખોરાક તરીકે તેમજ સૂકું લાકડું બળતણ તરીકે તેમજ તેનો ગુંદ માણસ ખાવામાં ઉપયોગ કરે છે.

 

From – Banaskantha Update


Share