ચંડીગઢ મહાનગરપાલિકામાં આપનો ભવ્ય વિજય થતાં ડીસામાં આપ દ્વારા ફટાકડાં ફોડી ઉજવણી કરાઈ

Share

 

ચંડીગઢ મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થતાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. જેમાં ડીસાના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ફટાડકાં ફોડી વિજયોત્સવની ઉજવણી કરી હતી.

 

 

ચંડીગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ચંડીગઢ ખાતે મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થતાં સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આતશબાજી કરી ફટાકડાં ફોડીને ઉજવણી કરી હતી.

 

 

 

ત્યારે સોમવારે ડીસામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ડીસા શહેરમાં આવેલ સાંઇબાબા મંદિર નજીક ફટાકડાં ફોડી ઉજવણી કરાઇ હતી.

 

 

જ્યારે ‘ચંડીગઢ એક ઝાંખી હૈ પંજાબ ગુજરાત અભી બાકી હૈ’ ના નારા સાથે ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહીને ભવ્ય વિજયની ઉજવણી કરી હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 


Share