બનાસકાંઠા પોલીસે થરા વિસ્તારમાંથી એક નાળી વાળી બંદૂક સાથે એક ઇસમની અટકાયત કરી

Share

બનાસકાંઠા એલસીબી પોલીસે થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર અને વગર પાસ કે પરમીટની દેશીહાથ બનાવટની એક નાળી વાળી બંદુક સાથે એકને ઝડપી પાડ્યો છે. એલસીબી પોલીસે કુલ 7500નો મુદ્દામાલ કબજે લઇ ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા એલસીબી પોલીસ થરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં દરમિયાન બાતમી આધારે કીર્તિ કુમાર નાગજીભાઈ નિનામા (હાલ રહે થરા રત્નાકર. સોસાયટી મુળ રહેવાસી બીલાડીયા વીજયનગર સાબરકાંઠા)વાળાને થરા દીવાદર નાળા પાસેથી જાત કબ્જામાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમીટની એક દેસી હાથ બનાવટની એક નાળી વાળી બંદુક જેની કિંમત 5000 સહિત કુલ મુદ્દામાલ 7 હજાર 500 રૂપિયાનો સાથે પકડી પાડી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

 

From – Banaskantha Update


Share