ખરાબ કામગીરીથી 6 મહિના પહેલા બનાવેલ રોડ તૂટી જતા સુઇગામથી દુદોસણ સુધી રોડ પર 200થી વધુ થિંગડા માર્યા

Share

સુઇગામ- સીધાડા છ મહિના પહેલા બનાવેલા કસ્ટમ હાઇવે સુઇગામથી સીધાડા તરફ દુદોસણ સુધી બનેલ નવીન ફોરલેન કસ્ટમ હાઇવેની કામગીરીમાં જવાબદાર માર્ગ મકાન વિભાગના અધિકારીઓની મિલીભગતથી કોન્ટ્રાક્ટર દ્વારા મોટી ગેરરીતિ આચરાઈ. રોડની કામગીરી હલકી ગુણવત્તાની થઈ હોઈ સુઇગામથી દુદોસણ સુધીના ફોરલેન કસ્ટમ હાઇવે પર 200થી વધુ જગ્યાએ નાના મોટા ખાડા પડી જતાં નવા બનાવાયેલ હાઇવે પર થિંગડા મારવામાં આવ્યાં છે.

નવીન ફોરલેન હાઈવેની કામગીરીમાં કરોડો રૂપિયાનો સરકારે ખર્ચો કર્યો હોવા છતાં જવાબદાર માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા રોડની કામગીરી પર પૂરતી દેખરેખ નહિ રખાતાં હાઇવે રોડની ખરાબ કામગીરી થઈ હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. ઉચ્ચ કક્ષાએથી વિજિલન્સ તપાસ થાય તેવી માંગ કરાઈ છે.

 

From – Banaskantha Update


Share