ડીસામાં આમ આદમી પાર્ટીના આંદોલનકારીની ઉપવાસ આંદોલન દરમિયાન તબિયત લથડતાં સારવાર અર્થે ખસેડાયો

Share

 

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં ટ્રાફીકની સમસ્યા નિવારણ માટે રૂ. 222 કરોડના ખર્ચે એલિવેટેડ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. પરંતુ જ્યારથી એલિવેટેડ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યારથી વિવાદમાં મૂકાયો છે.

 

 

આ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટ ચાલુ ન હોવાના કારણે રાત્રિ દરમિયાન આ ઓવરબ્રિજ પર અંધકાર પર જોવા મળી રહ્યું છે અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે તો બીજી તરફ ડામર રોડ તૂટી જવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

 

 

તો ઓવરબ્રિજની નીચે પણ રોડનું સમારકામ ન કરવાના કારણે રોડની હાલત ખખડધજ જોવા મળી રહી છે. આ તમામ મુદ્દાઓને લઇને આમ આદમી પાર્ટી દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ ઉપવાસ આંદોલન પર આપના કાર્યકરો ઉતર્યાં છે.

 

 

ત્યારે ગુરુવારે મોડી રાત્રે આપના કાર્યકરો દ્વારા ઉપવાસ આંદોલનની પરમિશન પણ રદ કરી દેવામાં આવી હતી અને પોલીસ દ્વારા પણ આપના કાર્યકરોની અટકાયત કરાઇ હતી.

 

 

જે બાદ પોલીસ દ્વારા આપના કાર્યકરોને છોડી દેતાં આપના કાર્યકરો દ્વારા ફરી ડીસાના હવાઇ પિલ્લર સામે આવેલા સ્કોન શોપિંગ આગળ ઉપવાસ આંદોલન યથાવત રાખવામાં આવ્યો હતો અને શુક્રવારે ઉપવાસ આંદોલનનો બીજો દિવસ છે.

 

 

ત્યારે શુક્રવારે મોડી સાંજે આપના કાર્યકર કરશનભાઇ રાજપૂતની ઉપવાસ આંદોલનમાં તબિયત લથડતાં તાત્કાલીક 108 વાનને જાણ કરાઇ હતી. 108 વાનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી કરશનભાઇ રાજપૂતને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

જ્યાં તેમની હાલત વધુ ગંભીર જણાતાં સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જો કે, આપના કાર્યકરો દ્વારા ઉપવાસ આંદોલનનો બીજો દિવસ હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ જ પ્રકારનો ઉકેલ લેવામાં આવ્યો નથી. હવે જોવાનું રહ્યું કે, ‘તંત્ર આપના કાર્યકરોની માંગણી સ્વીકારે કે કેમ તે એક મોટો પ્રશ્ર સતાવી રહ્યો છે.’

 

 

 

From-Banaskantha update

 

 

 


Share