કાંકરેજના દુદાસણ ગામની બનાસ નદીમાં ભૂસ્તર વિભાગની ટીમે રેતી ભરેલા છ ડમ્પરોને ઝડપ્યા

- Advertisement -
Share

કાંકરેજ તાલુકાના દુદાસણ ગામની બનાસ નદીમાં બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે મંગળવારે ખાનગી બાતમીના આધારે તપાસ કરતાં પાસ પરમીટ વગરના ચાર ડમ્પરોને ઝડપી પાડ્યા હતા. જ્યારે રોયલ્ટી કરતાં વધુ સાદી રેતી ભરેલા બે ડમ્પરો જપ્ત કર્યાં છે. જ્યારે કાંકરેજ પોલીસે છ ડમ્પરોનો કુલ રૂા. 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે કાંકરેજ પોલીસે છ ડમ્પરોના માલિકો સામે ગુનો નોંધ્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં ભૂસ્તર શાસ્ત્રી સુભાષભાઇ જાેષીના આદેશથી ટીમે વધુ એક સપાટો બોલાવ્યો છે. જેમાં ભૂસ્તર વિભાગની ટીમે મંગળવારે પાસ પરમીટ વગરના કાંકરેજ તાલુકાના દુદાસણ ગામની બનાસ નદીમાં ખાનગી બાતમીના આધારે છ ડમ્પરોને ઝડપી પાડ્યા છે.

 

જેમાં રોયલ્ટી વગરના ચાર ડમ્પરો ઝડપી પાડ્યા છે. જ્યારે રોયલ્ટી કરતાં વધુ સાદી રેતી ભરેલા બે ડમ્પરો જપ્ત કર્યાં છે. જેમાં અવાર-નવાર રોયલ્ટી વગર ડમ્પરોને પાસ પરમીટ વગર ઝડપી પાડવામાં ભૂસ્તર વિભાગની ટીમ સદંતરે સફળ રહી છે. જ્યારે કાંકરેજ પોલીસે છ ડમ્પરોનો કુલ રૂ.1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે રૂ.15 લાખનો દંડ વસૂલવા કાર્યવાહી શરૂ કરાઇ છે. જ્યારે એક સપ્તાહમાં રૂ. 40 લાખનો દંડ વસૂલ કર્યો છે. આ અંગે કાંકરેજ પોલીસે છ ડમ્પરોના માલિકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છેે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!