પાલનપુર એરોમા સર્કલ પાસેથી 34 ભેશવંસ ભરેલ ટ્રક ઝડપાઈ : ડીસાની કાંટ પાંજરાપોળમાં મુકવામાં આવ્યા

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર એરોમા સર્કલથી અમદાવાદ હાઈવે પર એક પશુ ભરેલ ટ્રકને જીવદયા પ્રેમીઓ દ્વારા ઝડપી પાડી પોલીસ હવાલે કરતાં પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે અનેક વાર રાજસ્થાનમાંથી ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઇ જવા માટે મોટા પ્રમાણે હેરાફેરી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ પશુઓને કતલખાને જતા બચાવવા માટે જીવ દયા પ્રેમીઓ પણ આગળ આવી એક પછી એક પશુઓને કતલખાને જતા બચાવી રહ્યા છે.
ત્યારે ગતરોજ પાલનપુર ખાતે જીવદયા પ્રેમીઓને એક બાતમી મળી હતી કે રાજસ્થાનના આબુરોડ તરફથી એક એલપી ટ્રક નંબર GJ-02-XX-6873ની ગાડી પાલનપુર તરફ આવી રહી છે. જે બાદ જીવદયા પ્રેમીઓ દ્વારા એરોમા સર્કલ પર વોચ ગોઠવી હતી બાતમી વાળી હકીકત વાળી ટ્રક એરોમા સર્કલથી પાલનપુરથી અમદાવાદ હાઈવે પર આવેલા બ્રિજ પર જતા જીવદયા પ્રેમીઓ દ્વારા એલપી ટ્રકને રોકાવી હતી.
જે બાદ પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પોલીસની હાજરીમાં ટ્રકમાં તપાસ કરતા ખીચોખીચ એકબીજાની ચામડી કે થાય તે રીતે ટ્રકમાં 34 જેટલા પાડાને ક્રુરતા પૂર્વક ભરી તેમજ ટ્રકમાં ઘાસચારા તેમજ પાણીની કોઇ જ વ્યવસ્થા કરવામાં આવેલ નહીં અને તમામ પશુઓને કતલખાને લઇ જવાયા હોવાનું જાણવા મળતા જે બાદ પોલીસ તેમજ જીવદયા પ્રેમીઓ દ્વારા ટ્રક ચાલક પાસે પશુઓની હેરાફેરીનું પાસ પરમીટ માંગતા કોઈ જવાબ મળે નહીં.
ટ્રકચાલકનું નામ પુછતા તેને પોતાનું નામ મહમદઅયાજ ફરીદખાન પઠાણ રહેવાસી. કડી ગ્રીન પાર્ક સોસાયટી તા.કડી.જી. મહેસાણા વાળો હોવાનું જાણવા મળેલ જે બાદ પોલીસે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ ખાતે લઇ ગયેલ ટ્રકચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી અને બચાવેલ તમામ ભેસવંશ જીવોને ડીસા ખાતે આવેલ રાજપુર ડીસા પાંજરાપોળમાં સાચવણી માટે મુકવામાં આવ્યા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!