ડીસામાં વિદેશી દારૂ ઝડપાયો

Share

ડીસા બસ ડેપોમાંથી બાડમેર થી ભુજ જતા એસટી પાર્સલ માંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. ડીસા ઉત્તર પોલીસે વિદેશી દારૂના પાઉચ ભરેલા પાંચ પાર્સલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની બુટલેગરો અવનવા કીમિયા અજમાવતા રહે છે.

 

 

જેમાં બુટલેગરોએ એસ.ટી. બસના પાર્સલ મારફત દારૂ સપ્લાય કરવાનું ચાલુ કર્યું છે.

 

 

 

જેમાં બાડમેરના બુટલેગર દ્વારા એસ.ટી. પાર્સલ મારફત ભુજમાં દારૂ મોકલવામાં આવતાં ડીસા ઉત્તર પોલીસે ડીસા ડેપોના પાર્સલ રૂમ માંથી વિદેશી દારૂ ભરેલ આ પાર્સલ ઝડપી પાડયા હતા.સૂત્રોના જણાવ્યા મુજબ બાડમેરથી ભુજ મોકલવા માટે બાડમેર હિંમતનગર બસમાં 5 પાર્સલ આવ્યા હતા. જે ડીસા ડેપોના પાર્સલ રૂમમાં ઉતારી બીજા દિવસે ભુજ ક્રોસિંગ આપવાના હતા.

 

 

જો કે, આ પાર્સલમાં વિદેશી દારૂ હોવાની શંકા જતાં પોલીસે તપાસ કરતાં પાંચેય પાર્સલમાં પુઠાના પાઉચમાં વિદેશી દારૂ ભરેલો મળી આવ્યો હતો.

 

 

પોલીસે કુલ પાંચ પાર્સલ જેમાં અંદાજે 240 નંગ જેટલાં પાઉચ દારૂ ભરેલા જપ્ત કર્યા હતા.  બાડમેરથી ગાયત્રી મેડીકલ ભુજના નામના પાર્સલની રસીદો પણ પોલીસે જપ્ત કરી હતી.

 

From – Banaskantha Update


Share