એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : ફોરેસ્ટ ચેકપોસ્ટના અધિકારી ડીકોયર પાસે લાંચ લેતાં ઝડપાયો

Share

અરવલ્લી એ.સી.બી.ને ખાનગી બાતમીના આધારે શામળાજી ફોરેસ્ટ ચેકપોસ્ટના અધિકારી કર્મચારીઓ લાકડા ભરીને પસાર થતાં વાહનચાલકો પાસેથી ધોરણસરની ફી સિવાય વધારાની લાંચની માંગણી કરે છે.

 

જેથી શામળાજી ફોરેસ્ટ ચેકપોસ્ટમાં જલાઉ લાકડા લઇ પસાર થવાની નોંધ કરાવી બીલ ઉપર શામળાજી ચેકપોસ્ટનો સિક્કો કરી આપવા પેટે બુધવારે ડીકોયર પાસે રૂ.300 લાંચની માંગણી કરી હતી. જેથી લાંચના નાણાં સ્વીકારી એ.સી.બી.ની ટીમને આવતી જોઇ શંકા જતાં ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે એ.સી.બી.ની ટીમે રૂ. 300ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જ્યારે ફોરેસ્ટ ચેકપોસ્ટના અધિકારીની અટકાયત કરી ગુનો નોંધ્યો છે.

advt

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, અરવલ્લી એ.સી.બી.ને ખાનગી બાતમીના આધારે શામળાજી ફોરેસ્ટ ચેકપોસ્ટના અધિકારી કર્મચારીઓ લાકડા ભરીને પસાર થતાં વાહનચાલકો પાસેથી ધોરણસરની ફી સિવાય વધારાની લાંચની માંગણી કરે છે.

 

જેથી રાજસ્થાનથી જલાઉ લાકડા ભરીને ગુજરાત તરફ આવતાં ટ્રક ચાલકનો સહકાર મેળવી ડીકોયનું આયોજન કરતાં શામળાજી ફોરેસ્ટ ચેકપોસ્ટમાં જલાઉ લાકડા લઇ પસાર થવાની નોંધ કરાવી બીલ ઉપર શામળાજી ચેકપોસ્ટનો સિક્કો કરી આપવા પેટે અરવલ્લી જીલ્લાના ફોરેસ્ટ ચેકપોસ્ટ શામળાજી વનપાલ પરિક્ષેત્ર વન અધિકારીની કચેરી વર્ગ-3 ના રાકેશ લક્ષ્મણભાઇ ડામોરે બુધવારે ડીકોયર પાસે રૂ.300 લાંચની માંગણી કરી હતી.

 

 

 

જેથી લાંચના નાણાં સ્વીકારી એ.સી.બી.ની ટીમને આવતી જોઇ શંકા જતાં ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી લાંચની ચલણી નોટો ફાડી નાખી ચેકપોસ્ટ રૂમમાં આવેલ તિજોરીની પાછળ નાખી દઇ પૂરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરતાં અરવલ્લી-મોડાસા એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીકોય અધિકારી સી.ડી.વણઝારા અને ગાંધીનગર એકમ ઇન્ચાર્જ મદદનીશ નિયામક અને સુપરવિઝન અધિકારી કે.બી.ચુડાસમાએ રૂા. 300 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયો હતો. જ્યારે ફોરેસ્ટ ચેકપોસ્ટરના અધિકારીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update

 


Share