1 રન માટે સદી ચુકી ગયેલા બેન સ્ટોક્સે આકાશ તરફ જોઈને શું કહ્યું હતું? આ રહ્યો જવાબ

- Advertisement -
Share

ભારતનો ઈંગ્લેન્ડ સામે બીજી વન ડે મેચમાં કારમો રકાસ થયો હતો. ભારતે આપેલા 337 રનના પહાડ જેવા ટાર્ગેટને ઈંગ્લેન્ડે સાવ સરળતાથી હાંસલ કરી લઈ શ્રેણી 1-1થી સરભર કરી હતી. આ મેચનો હિરો બેન સ્ટોક્સ રહ્યો હતો. તેણે માત્ર 52 જ બોલમાં 10 સિક્સર ફટકારી ભારતના હાથમાંથી બાજી જ છીનવી લીધી હતી.

ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર 1 રન માટે સદી ચૂક્યો હતો. તેણે પોતાના વનડે કારકિર્દીની 21મી ફિફટી ફટકારતાં 52 બોલમાં 4 ફોર અને 10 સિક્સની મદદથી 99 રન કર્યા હતાં. પરંતુ ભુવનેશ્વર કુમારની બોલિંગમાં વિકેટકીપર ઋષભ પંતના હાથે કેચ આઉટ થયો હતો. તેણે અને બેરસ્ટોએ બીજી વિકેટ માટે 175 રનની ભાગીદારી કરી હતી.

સ્ટોક્સ 99 રને આઉટ થયા બાદ પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે આકાશમાં જોઈને કંઈક બોલ્યો હતો. સ્ટોક્સે આકાશ તરફ જોઈને પોતાના પિતાને સોરી કહ્યું હતું. તેનો આ સોરી કહેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

337 રનનો પીછો કરતાં ઇંગ્લિશ ટીમે 43.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો. આ તેમનો ભારત સામે વનડેમાં સૌથી સફળ જીત છે. અગાઉ 47 વર્ષ પહેલાં ઈંગ્લેન્ડે 1974માં લોડ્સ ખાતે 266 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. જોની બેરસ્ટોએ પોતાના કરિયરની 11મી સદી ફટકારતાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી સર્વાધિક 124 રન બનાવ્યા હતા. બેન સ્ટોક્સની ઇનિંગ્સ વધુ છવાઈ ગઈ હતી.

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સના પિતાનું નિધન ડિસેમ્બર 2020માં થયું હતું. સ્ટોક્સના પિતાને મગજનું કેન્સર હતું. ન્યૂઝીલેન્ડમાં જન્મેલા બેન સ્ટોકસના પિતા ગેરાર્ડ રગ્બી ખેલાડી હતા. જોકે, તે નિવૃત્તિ પછી પુત્ર સાથે ઈંગ્લેન્ડ જતા રહ્યા હતા. પરંતુ તેમના છેલ્લા દિવસોમાં ન્યૂઝીલેન્ડમાં રહેતા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!