બનાસકાંઠામાં અકસ્માતના સિલસિલામાં ટ્રેક્ટર પલટાતા વધુ એક અકસ્માત સર્જાયો. કાંકરેજ તાલુકાના ખીમણા રામપુરા રોડ ઉપર ટ્રેકટરમાં પાઇપ ભરીને લઇ જતાં ટ્રેક્ટર પરથી ડ્રાઈવરએ સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો.
કાંકરેજના ખીમણા રામપુરા રોડ ઉપર પાઇપ ભરીને જતાં ટ્રેકટરએ પલટી ખાતા સર્જાયો અકસ્માત. ડ્રાઈવરએ સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રેક્ટર પલટી ગયું હતું. જોકે, અકસ્માતમાં કોઈ પણ જાનહાની ટળી હતી અને ડ્રાઈવર અને અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો.
ઘટનાની જાણ થતાં ગામના લોકો અને સરપંચ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. કોઈ જાનહાની થઈ ન હતી ત્યારે લોકો દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરીને યોગ્ય રીતે ટ્રેકટરને ઊભું કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.