ડીસાને વધુ એક મળવા જઈ રહેલ નવા બ્રિજની કામગીરી થઇ શરુ : કામગીરી વર્ષ-2024 ની શરૂઆતમાં પૂરી થઈ જશે

- Advertisement -
Share

 

ડીસાને રાજ્યનો સહુથી લાંબો એલિવેટેડ બ્રિજ મળ્યાને હજુ ચાર માસ જેટલો જ સમય થયો છે. ત્યારે ડીસામાં વધુ એક બ્રિજના નિર્માણની કામગીરી શરૂ થઈ ચૂકી છે. બનાસકાંઠા જીલ્લામાંથી પસાર થતી બનાસ નદી પર વર્ષ-1953 માં બ્રિજ બનાવવાની શરૂઆત થઈ હતી અને 2 વર્ષના સમયગાળામાં એટલે કે 1955 માં આ બ્રિજનું કામ પૂરુ થતાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

 

 

કચ્છ-બંદરથી ભારતને જોડતા માર્ગ પર તે સમયે આ બ્રિજ ખૂબ જ મહત્વનો બ્રિજ ગણાતો હતો. આ બ્રિજની ખાસિયત એ હતી કે, આ બ્રિજ કચ્છને ભારતથી આ જોડતો હતો. તેનું મોટું કારણ એ હતું કે, તે સમયે બનાસ નદી સજીવન હતી અને કચ્છમાં પ્રવેશ માટે બનાસ નદી પાર કરવી જરૂરી હતી. આ બ્રિજ બન્યા બાદ કચ્છ સાથેનું જોડાણ સરળ બની ગયું હતું.

 

 

સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ બ્રિજ એટલો જ મહત્વનો હતો. કારણ કે, ભારતની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સીમાને પણ આ જ બ્રિજ જોડતો હતો. ઈસ્ટ-વેસ્ટ ગોલ્ડન કોરિડોર નેશનલ હાઇવે નં.-27 ને સમય જતાં ચાર માર્ગીય કરવામાં આવ્યો ત્યારે અહી નવા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને બનાસ નદી પર વર્ષ-2008 માં વધુ એક બ્રિજ બન્યો હતો. પરંતુ બનાસ નદી પર જે સર્વ પ્રથમ બ્રિજ બનાવવામાં આવ્યો હતો તે બ્રિજની સમય મર્યાદા પૂરી થતાં અને નેશનલ હાઇવે નં. 27 પર વાહન વ્યવહાર વધતાં ત્રીજો બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

 

 

આ બ્રિજ બનાવવાની કામગીરી અદાણી ગ્રૂપ દ્વારા કરવામાં આવી રહી છે અને તેના નિર્માણનું કામ ડીસાના વતની દિનેશચંદ્ર અગ્રવાલને સોંપવામાં આવ્યું છે. અત્યારે આ બ્રિજ બનાવવા માટેની કામગીરી શરૂ થઈ ચૂકી છે અને બ્રિજ બનાવવા માટે સોઇલ ટેસ્ટની કામગીરી પણ વડોદરાની કંપની દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

 

 

આ બ્રિજ 576 મીટર લાંબો બનશે અને ટુ લેન બ્રિજ બનશે. બ્રિજ તૈયાર થયા બાદ જૂના બ્રિજને માત્ર નાના વાહનો માટે જ રાખવામા આવશે. જ્યારે આજુબાજુના બંને બ્રિજને ભારે વાહનો માટે ઉપયોગમાં લેવાશે. આ બ્રિજની કામગીરી વર્ષ-2024 ની શરૂઆતમાં પૂરી થઈ જશે. આ બ્રિજ બન્યા બાદ ડીસા બનાસ નદી પર સર્જાઈ રહેલા ટ્રાફીકજામમાંથી વાહન ચાલકોને મોટી રાહત મળશે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!