દાતામાં વિશ્રામ ગૃહની સામે આવેલ એક નાસ્તા હાઉસની દુકાનમાં વિકરાળ આગ લાગી

- Advertisement -
Share

દાતા વિશ્રામ ગૃહની સામે એક કોમ્પ્લેક્ષમાં આવેલી એક સ્વીટ્સ નાસ્તા હાઉસની દુકાનમાં વહેલી સવારે અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની સાથે જ સ્થાનિક લોકો પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

પરંતુ આગે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે દુકાન માલિક મોટું નુકસાન પહોંચ્યું હતું. ત્યાર બાદ ફાયર ફાયટરોને જાણ કરતાં તેમણે આવીને આગને કાબુમાં લીધી હતી.
બનાસકાંઠા જિલ્લાના દાતા વિશ્રામ ગૃહની સામે આવેલા એક કોમ્પલેક્ષની સ્વીટ્સ નાસ્તા હાઉસની દુકાનમાં વહેલી સવારે અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. સ્થાનિક લોકોના દોડી પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
પરંતુ ત્યાર સુધી સ્વીટ્સ નાસ્તા હાઉસની દુકાનમાં લાગેલી આગના કારણે દુકાનમાં પડેલો સંપૂર્ણ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જેના કારણે દુકાન માલિકને મોટું નુકસાન પહોંચ્યું હતું. દુકાનમાં લાગેલી આગનું કારણ હજુ જાણવા મળ્યું નથી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!