ધાનેરાનો તબીબ જીગ્નેશ જોશી જોરાપુરાથી અને દિયોદરનો તબીબ કૌશિક ત્રિવેદી રૈયાથી ઝડપાયો 

- Advertisement -
Share

  • ધાનેરાનો તબીબ જીગ્નેશ જોશી જોરાપુરાથી અને દિયોદરનો તબીબ કૌશિક ત્રિવેદી રૈયાથી ઝડપાયો
  • દરોડામાં સરકારી ઇન્જેક્શન અને બાયોમેડિકલ વેસ્ટનો બે કોથળા ભરીને જથ્થો મળ્યો

બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગે સોમવારે ખાનગી પ્રેક્ટિસ કરતા વધુ 2 સરકારી તબીબોને ઝડપી પાડયા હતા. જેમાં ધાનેરાના આયુષ મેડિકલ ઓફિસર જીગ્નેશ જોશીને જોરાપુરા ગામેથી તેમજ દિયોદરના આયુષ મેડિકલ ઓફિસર કૌશિક ત્રિવેદીને તાલુકાના રૈયા ગામેથી ઝડપી લઇ તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ અગાઉ ત્રણ તબીબો ખાનગી પ્રેક્ટિસ કરતાં ઝડપાયા હતા.

સોમવારે સવારે 9:30 વાગ્યે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સી સહિત ટીમે ધાનેરાના જોરાપુરા ગામે ખાનગી પેક્ટીસ કરતા આયુષ મેડિકલ ઓફિસર જીગ્નેશ જોશીને ક્લીનિક પરથી ઝડપી લીધા હતા. જોશી ધાનેરામાં આયુષ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.

ક્લિનિકમાંથી સરકારી ઇન્જેક્શન સહિત બહારની કંપનીઓની દવાનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત મેડિકલ વેસ્ટનો બે કોથળા ભરી જથ્થો કબજે લેવાયો હતો. જ્યારે તેમની સાથેના બીજા આયુષ મેડિકલ ઓફિસર ડો. ભારતી ચૌધરીને ફરજ દરમિયાન તેમની સાથે ન હોવા મામલે અને તાલુકા હેલ્થ ઓફિસર પી.એમ. ચૌધરીને એક મહિનાથી ખાનગી પ્રેક્ટિસની ખબર હોવા છતાં જાણ ન કરતાં બંનેને શો-કોઝ નોટિસ પાઠવી હતી.જ્યારે બપોર બાદ દિયોદરના રૈયાથી આયુષ મેડિકલ ઓફિસર કૌશિક ત્રિવેદીને ખાનગી પ્રેક્ટિસ કરતા ઝડપી લેવાયા હતા અને સસ્પેન્ડ કરી નોટિસ પાઠવી ખુલાસો પુછાયો હતો.

ધાનેરાનો આયુષ તબીબ દર મહિને ખાનગી પ્રેક્ટિસ કરી 6 આંકડાની કમાણી કરતો હતો
ધાનેરામાં રેડ દરમિયાન ઝડપાયેલો આયુષ તબીબ દર મહિને ખાનગી પ્રેક્ટિસ કરી 6 આંકડાની કમાણી કરતો હતો. જે અમને તેની પાસેથી મળેલા ચોપડાના આધારે જાણવા મળ્યું હતું. જેમાં તે રોજે રોજનો હિસાબ લખતો હતો. – ડો. મનીષ ફેન્સી, જિલ્લા આરોગ્ય અધિકારી

અગાઉ ઝડપાયેલાને ફરજમુક્ત કરાયા
અગાઉ ખાનગી પ્રેક્ટિસ કરતાં ઝડપાયેલા લાખણીના મેડિકલ ઓફિસર ડો.પ્રકાશ રાજપૂત અને ડીસાના મેડિકલ ઓફિસર ડો.હમીરદાન ગઢવીની કાયમી સેવાઓ સમાપ્ત કરાઈ છે. જ્યારે ડો.શ્વેતા મેવાડાની સેવા સમાપ્ત કરવા સરકારમાં દરખાસ્ત કરાઇ હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!