ડીસામાં ગ્રામ પંચાયત ચૂંટણીના સરપંચ તેમજ સભ્યોના ફોર્મ ભરવા રાફડો ફાટ્યો

Share

હાલમાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈ દરેક ગામના આગેવાનો સરપંચ માટે પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે ડીસા મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત ખાતે ડીસા તાલુકાના 590 સરપંચ તેમજ 1,339 સભ્યોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.

બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ડીસા તાલુકામાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 93 ફોર્મ સરપંચ પદ માટે ભરાયા હતા જ્યારે વોર્ડ સભ્યો માટે પણ 346 ફોર્મ ભરાયા હતા. ડીસા તાલુકામાં 84 ગ્રામ પંચાયતોની જનરલ ચૂંટણી તેમજ 8 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે.

જેમાં ફોર્મ ભરવાના પ્રથમ દિવસે સરપંચ માટે 8 ફોર્મ ભરાયા હતા. જ્યારે બીજા દિવસે સરપંચ માટે કુલ 51 ફોર્મ ભરાયા હતા જ્યારે વોર્ડ સભ્યો માટે પણ 51 ફોર્મ અને ત્રીજા દિવસે સરપંચ માટે 134 અને સભ્યો માટે 163 જ્યારે ચોથા દિવસે મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા હતા.

જેમાં સરપંચ 214 અને સભ્યો 398 જ્યારે પાંચમાં દિવસે સરપંચ 90 અને સભ્યો 380 જ્યારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સરપંચ 93 અને સભ્યો 346 ફોર્મ રજિસ્ટર થયા હોવાનું ચૂંટણી સૂત્રો દ્વારા જણાવાયું હતું. આમ ડીસા ગ્રામ પંચાયતની ચૂંટણીના કુલ 590 સરપંચ તેમજ 1,339 સભ્યોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.

 

 

From – Banaskantha Update


Share