ગઠામણ પાસેના પુષ્પક શોપિંગની 17 દુકાનો 5.30 લાખનો વેરો ના ભરતા કરાઈ સીલ

Share

પાલનપુર ગઠામણ નજીક આવેલ પુષ્પક શોપિંગમાં ઘણા સમયથી વેરો ન ભરતાં પાલિકાની ટીમે 17 દુકાનો સીલ કરી હતી. પાલનપુર ગઠામણ નજીક આવેલ પુષ્પક શોપિંગમાં 21 જેટલી દુકાનો આવેલ છે. જેનો દુકાનદારો વેરો નહીં ભરતાં પાલિકાની ટીમે પુષ્પક શોપિંગની 17 દુકાનો સીલ કરવામાં આવી હતી.

 

[google_ad]

4 દુકાનદારોએ સ્થળ પર વેરો ભર્યો હતો. આ બાબતે પાલિકાની સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરમાં વેરો નહીં ભરતાં વેપારીઓ તેમજ દૂકાનદારો વેરો નહીં ભરતાં હાલમાં વેરો વસુલવાનું તેમજ સીલ મારવાની કાર્યવાહી શરૂ છે. જેમાં મંગળવારે ગઠામણના પુષ્પક શોપિંગનો રૂ. 5.30 લાખનો વેરો બાકી હોવાથી 17 દુકાનો સીલ કરવામાં આવી હતી.

 

 

From – Banaskantha Update


Share