પિતાની હેવાનિયત: સગા બાપે જ દીકરી પર સતત 6 માસ સુધી દુષ્કર્મ આચરતાં ચકચાર, પિતા-દીકરીના સબંધને શર્મસાર કરતો કિસ્સો

Share

પાટણના સિદ્ધપુરમાં માનવતા અને પિતાના પ્રેમ અને સબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સિદ્વપુર તાલુકાના કુંવારા ગામમાં એક નરાધમ બાપે પોતાની જ સગી દીકરીને 6 માસ સુધી સતત પોતાની હવસનો શિકાર બનાવી દુષ્કર્મ કરતો હોવાનો કિસ્સો સામે આવતાં નરાધમ બાપ ઉપર ચારે તરફથી ફીટકાર વરસી રહ્યો છે.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, સિદ્ધપુર પોલીસ મથકમાં એક યુવતી પોતાના પતિ સાથે પહોંચી અને તેણે પોતાની વ્યથા વર્ણવતાં પોલીસની આંખો પણ ભીની થઇ ગઇ હતી. યુવતીના કહેવા મુજબ તેનો સગો પિતા જ છેલ્લા 6 માસથી હવસનો શિકાર બનાવી સતત તેણીની સાથે દુષ્કર્મ આચરતો હતો. યુવતીની વાત સાંભળી પોલીસે પણ તુરંત એક્શનમાં આવીને મંગળવારે એક જ કલાકમાં યુવતીના નરાધમ બાપને ઝડપીને જેલ હવાલે કરી દીધો છે.

[google_ad]

સમગ્ર ઘટના વિશે મળતી માહિતી મુજબ, ‘કુંવારા ગામની યુવતીનો જન્મ થયો ત્યારે જ તેની માતાનું અવસાન થયું હતું. જેથી પિતાએ બીજા લગ્ન કર્યાં હતા. જોકે, સાવકી માતાએ યુવતીને મોટી તો કરી પણ સતત ત્રાસ ગુજારી રાખ્યો હતો. જ્યારે પિતા છેલ્લા 6 માસથી તેના પર કુકર્મ આચરતો હતો.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

થોડા સમય અગાઉ યુવતીના લગ્ન થતાં તેણે સઘળી હકીકત પોતાના પતિને જણાવી હતી. પતિ યુવતીને સાથ આપીને પોલીસ સ્ટેશન લઇ ગયો હતો. યુવતીએ પોલીસ સમક્ષ સઘળી વાત કરી અને પિતાએ દુષ્કર્મ આચર્યાંના પૂરાવા રજૂ કરતાં પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ પિતાને દબોચી લીધો હતો.’

 

 

From – Banaskantha Update


Share