બનાસકાંઠાના DDO સ્વપનીલ ખરેની અધ્યક્ષતામાં આરોગ્ય અધિકારીની બેઠક યોજાઇ

Share

આજરોજ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ડીસાના લાયન્સ હોલ ખાતે આરોગ્ય અધિકારી અને કર્મચારીઓની બેઠક યોજાઇ હતી જેમાં સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી પુરી પાડવામાં આવી હતી.

[google_ad]

આજરોજ ડીસાના લાયન્સ હોલ ખાતે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નનીલ ખરેની અધ્યક્ષતામાં તાલુકા હેલ્થ ઓફિસ ડીસા અને દાંતીવાડાના MO, CHO, MPHS, MPHW આંશિક રિવ્યુ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

[google_ad]

આ બેઠકમાં અધિકારીઓ દ્વારા સરકારી ચાલતી યોજનાઓ જેવી કે કુટુંબ કલ્યાણ, નિરામય ગુજરાત, NCD, આયુષમાન ભારત, RTPCR ટેસ્ટિંગ, વિદેશથી આવતા પ્રવાસીઓનું ટેસ્ટિંગ કરવું, RCH પ્રોગ્રામ અંતર્ગત તમામ સગર્ભા માતા અને બાળકોને સેવા આપવી જેવી ચર્ચાઓ કરવામાં આવી હતી.

[google_ad]

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓની ઉપસ્થિતમાં આરોગ્યની લોકોને વધુમાં વધુ સેવા મળી રહે તે માટે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. ખાસ કરીને કોરોના મહામારીને ધ્યાને લઈ લોકોના વધુમાં વધુ ટેસ્ટિંગ થાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી અને હજુ પણ લોકો કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જે બાદ ડીસામાં આજે SDH અંતર્ગત N.S.V કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

From – Banaskantha Update


Share