અમીરગઢ પોલીસે વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર સાથે બે શખ્સોને ઝડપ્યા : રૂ. 6.27 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Share

 

અમીરગઢ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાજસ્થાન તરફથી દારૂ ભરીને આવતી ઇનોવા કારને ઝડપી પાડી હતી. જેના પગલે તેમણે રૂ. 6,27,000 કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે અમીરગઢ પોલીસે બે શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, અમીરગઢ પોલીસને એક ઇનોવા ગાડી નં. GJ-18-BK-3295 માં દારૂ ભરી રાજસ્થાન અને અમીરગઢ થઇ પાલનપુર તરફ લઇ જવાનો છે. તેવી ખાનગી બાતમી મળી હતી. જેના આધારે પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે નાકાબંધી કરી આ ગાડીને રોકી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 902 જેટલી બોટલો મળી આવતાં અમીરગઢ પોલીસે ગાડી સહીત બે શખ્સોની અટકાયત કરાઇ છે.

[google_ad]

 

 

 

 

પોલીસે ગાડીમાંથી ઝડપાયેલી રૂ. 1,90,000 ની કિંમતની 902 જેટલી બોટલો, ઇનોવા ગાડી અને રૂ. 470 સહીત રૂ. 6,27,470 નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેની સાથે પોલીસે રાજસ્થાનના યોગેશ મીણા અને સુભાષ યાદવને ઝડપી પાડયા હતા. આ અંગે અમીરગઢ પોલીસે બે શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share