ભાભર તાલુકાના જોરાવરગઢ ગામના પાટિયા પાસેથી રવિવારે એક અસ્થિર મગજની સગર્ભા મહિલા મળી આવી હતી. જો કે, તે બોલી ન શકતાં ટીમે તેના ફોટા લોકોને બતાવી પરિવારજનોને શોધ્યા હતા. અને તેણીનું મિલન કરાવ્યું હતુ.
[google_ad]
ભાભર તાલુકાના જોરાવરગઢ નજીકથી મળી આવેલી અસ્થિર મગજની સગર્ભા યુવતીનું પરિવાર સાથે મિલન કરાવાયું હતુ. આ અંગે બનાસકાંઠા 181 અભયમના કાઉન્સેલર કોમલબેન પ્રણામીએ જણાવ્યું હતું કે, ભાભરના માનવતાં ગૃપ દ્વારા જાણ કરવામાં આવી હતી કે, એક મહીલા એકલી અટુલી બેઠી છે.
[google_ad]

આથી મહીલા પોલીસ મમતાબેન બાબુભાઇ વિશ્નોઇ સાથે ત્યાં ગયા હતા. જ્યાં તેણીની પૂછતાછ કરી ઘરનું સરનામું મેળવવાના પ્રયત્નો કર્યા હતા. જો કે, યુવતી અસ્થિર મગજની હોઇ અને કશું બોલતી ન હોવાથી તેના ફોટા પાડી ભાભરમાં લોકોને બતાવ્યા હતા. જેમાં સફળતા મળતાં આખરે તેના પરિવારજનો મળી આવ્યા હતા.
[google_ad]
અને સહી સલામત રીતે તેણીને પરિવારજનોને સોંપી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે, પરિણીતાને બે વર્ષનું બાળક પણ છે. જો કે, તેણી અસ્થિર મગજની હોવાથી ઘરની બહાર નીકળી જાય છે. જે ગઇકાલે નીકળી હતી. સહી સલામત રીતે ઘરે લાવવા બદલ તેમણે 181 અભયમની ટીમનો આભાર વ્યકત કર્યો હતો.
From – Banaskantha Update