બનાસકાંઠાની સૌથી મોટી સહકારી બનાસ બેંકની ચૂંટણી યોજાઇ : 10 બેઠકો બિનહરીફ થઇ

Share

 

બનાસકાંઠાની સૌથી મોટી સહકારી બેંક બનાસ બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટરોની શુક્રવારે ચૂંટણી યોજાઇ હતી. 19 માંથી 10 બેઠકો બિનહરીફ થતાં 9 બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રીયા ચાલી રહી છે.

[google_ad]

 

 

આપણી બેંક સૌની બેંકના નામે ઓળખાતી બનાસકાંઠાની સૌથી મોટી સહકારી બનાસ બેંકમાં બોર્ડ ઓફ ડીરેક્ટરોની ચૂંટણી માટે 10 બેઠકો બિનહરીફ થયા બાદ 9 બેઠકો માટે શુક્રવારે મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત તમામ ઉમેદવારોને મેન્ડેડ પર ચૂંટણી લડાવી રહ્યા છે.

[google_ad]

 

 

ત્યારે ભાજપના કેટલાંક હોદ્દેદારો જે ઉમેદવારી કરતાં 5 ભાજપના હોદ્દેદારોને પાર્ટીએ સસ્પેન્ડ કરતાં રાજકીય ગરમાવો છે. ત્યારે મતદાન મથકો પર પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જો કે, સત્તામાં પરિવર્તન આવશે કે કેમ એ મતદાન બાદ જ ખબર પડશે પરંતુ હાલ મતદારોને પારખવા મુશ્કેલ બન્યા છે.

[google_ad]

 

 

ત્યારે ડીસા બેઠક પર રાજ્યસભાના સાંસદ દિનેશભાઇ અનાવાડીયા પણ મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘ભાજપના મેન્ડેડના ઉમેદવારોને મત આપી વિજય બનાવશે એ વિશ્વાસ છે અને હાલમાં બેંકમાં સુંદર વહીવટ ચાલી રહ્યો છે. ત્યારે સત્તા પરિવર્તનની જરૂર નથી. તો બીજી તરફ ઇતર સમાજના ઉમેદવારે પણ પોતાની જીત માટે આશા વ્યક્ત કર્યો હતો.’

[google_ad]

 

 

બનાસકાંઠાના ૯ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે સવારથી જ મતદારો પોતાના ડીરેકટરને ચૂંટવા મતદાન મથકે પહોંચ્યા છે અને મતદાન કરી રહ્યા છે. જો આ વખતે મતદાનમાં ભાજપે મેન્ડેડ આપતાં ભાજપના આગેવાનો મતદાન મથક આગળ પહોંચ્યા છે. જો કે, મત ગણતરી બાદ સત્તા કોના હાથમાં આવે છે તે જોવાનું રહ્યું.

[google_ad]

 

 

[google_ad]

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share