ડીસા બનાસનદી બ્રિજ પર ટેક્ટર અને S.T બસ વચ્ચે સર્જાયો અકસ્માત : 2ના ઘટનાસ્થળે મોત

Share

ડીસા નજીક બનાસ નદીના બ્રિજ પર એસ.ટી.બસની ટક્કરથી 2 ખેડૂતોના મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. મગફળીનું વેચાણ કરીને ખાતર ખરીદીને પરત જતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બનાસ નદીના બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો.

[google_ad]

બનાસ નદીના બ્રિજ પર આજે સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ડીસાથી ધાનેરા જતી બસે આગળ જતાં ટ્રેકટરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટરમાં સવાર ખેડૂતો તાલેગઢ ગામના અને ડીસા મગફળીનું વેચાણ કરવા આવ્યા હતા.

[google_ad]

મગફળીનું વેચાણ કર્યા બાદ ખાતરની ખરીદી કરીને પરત તાલેગઢ પહોંચી રહ્યા હતા તે દરમ્યાન બનાસ નદીના બ્રિજ પર પાછળથી આવી રહેલી ડીસાથી ધાનેરા જતી એસ.ટી. બસે ટક્કર મારતા ટ્રેક્ટરમાં સવાર બંને ખેડૂતોમાથી એક ખેડૂત રોડ પર પટકયો હતો જ્યારે અન્ય એક ખેડૂત ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતાં બંને ખેડૂતોએ ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હતો.

[google_ad]

આ ઘટનાને પગલે ડીસા બનાસ નદીના બ્રિજ પર ભારે ચક્કાજામ સર્જાયો હતો. આ અકસ્માતમાં મોતને ભેટેલા ખેડૂતોમાં ભૂરભાઈ ધનરાજભાઈ ચૌધરી અને તેમના કાકા કાનજીભાઈ ચૌધરીનું મોત નીપજયું.

From – Banaskantha Update


Share