બનાસકાંઠામાં પાણી છોડતા સાથે જ બે જગ્યાએ કેનાલમાં ગાબડાં પડ્યાં : ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન

Share

બનાસકાંઠા જિલ્લામાં નવા વર્ષની શરૂઆત સાથે જ કેનાલમાં ગાબડા પડવાનો પણ આરંભ થયો છે. કેનાલમાં પાણી છોડતાં સાથે જ કેનાલમાં બે જગ્યાએ ગાબડા પડ્યા હતા અને કેનાલનું પાણી આજુબાજુનાં ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થયું હતું.

[google_ad]

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ફરીવાર કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. રવી સીઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે સરકાર દ્વારા નર્મદાની કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે અને કેનાલમાં પાણી છોડતાની સાથે જ કેનાલો કાગળના પત્તાની જેમ તૂટવા લાગે છે. આજે પણ નર્મદા વિભાગ દ્વારા વહેલી સવારે કેનાલમાં પાણી જોડાયુ હતું. પાણી છોડતા જ સુઈગામ પાસે પનેસડા નજીક માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું.

[google_ad]

ત્યારબાદ ભાભર પાસે આવેલા કારેલા નજીક પણ માઇનોર કેનાલમાં 12 ફૂટથી મોટુ ગાબડું પડ્યું હતું. આમ બે અલગ અલગ જગ્યાએ કેનાલમાં ગાબડા પડતા પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું હતું. તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું અને લાખો લિટર પાણીનો પણ વેડફાટ થયો હતો.

 

 

From – Banaskantha Update


Share