બનાસકાંઠા કલેક્ટરે દિયોદર ઝુંપડપટ્ટી વિસ્તારમાં જઇ વંચિતોના ઘરમાં દિવાળીનો ઉજાસ પાથરવા મીઠાઇનું વિતરણ કર્યું

Share

બનાસકાંઠા જીલ્લાના સંવેદનશીલ કલેક્ટર આનંદ પટેલે બુધવારે વંચિતોના ઘરમાં દિવાળીનો ઉજાસ પાથરવા દિયોદરમાં આવેલ વિચરતી-વિમુક્ત સમુદાયની ઝુંપડપટ્ટી વિસ્તારમાં જઇ મીઠાઇનું વિતરણ કર્યું હતું.

 

[google_ad]

આશિર્વાદ જીવદયા ગૃપના સહયોગથી વિચરતી-વિમુક્ત જાતિના લોકો પણ દિવાળી સારી રીતે દિવાળી મનાવી શકે તે માટે કલેક્ટરે મીઠાઇનું વિતરણ કરી ગરીબોને મોં મીઠું કરાવ્યું હતું.

 

[google_ad]

આ પ્રસંગે દિયોદર પ્રાંત અધિકારી મહેન્દ્રભાઇ દેસાઇ, મામલતદાર મહેશભાઇ દરજી, વંચિતોની હંમેશા ચિંતા કરતાં રમેશભાઇ ભાટી, દિનેશભાઇ ગજ્જર અને વિચરતા સમુદાય સમર્થન મંચના જીલ્લા સંયોજક નારણભાઇ રાવળ સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

[google_ad]

 

From – Banaskantha Update


Share