પાલનપુર તાલુકાના તાલેપુરામાં પોલીસે ગેરકાયદે કતલખાનાનો પર્દાફાસ કરી આઠ કસાઇઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન ફરાર બે શખ્સોને પાલનપુર તાલુકા પોલીસે ઝડપી લીધા હતા. પૂર્વ પોલીસે ઝડપેલા ત્રણ શખ્સોને આજે મંગળવારે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવામાં આવશે.
[google_ad]
પાલનપુર પરપોટા વિસ્તારમાં ટવેરા ગાડીમાં ગૌમાંસ ભરીને આવેલા ઇશાક ઉર્ફે કાળુ એહમદ બેલીમ અને રૂસ્તમખાન વજીરખાન મકરાણીને પૂર્વ પોલીસ મથકના પીઆઇ બી. કે. ચૌધરીએ ટીમ સાથે ઝડપી લીધા હતા.
[google_ad]
જેમની પાસેથી 364 કિલો ગૌમાંસ, વાહન સહિત કુલ રૂપિયા 2,38,500નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ બંનેને આજે મંગળવારે કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરાશે. બીજી તરફ તાલુકા પીએસઆઇ બી. આર. પટેલે તાલેપુરામાં ખેતરમાંથી કતલખાનું ઝડપ્યું હતુ અને ફરાર ઇસ્માઇલ બકર ઢુક્કા અને હારૂન બકર ઢુક્કાને ઝડપી લીધા હતા.
[google_ad]
ઇસ્માઇલ બકર ઢુકાએ જણાવ્યું હતુ કે, તે અને તેનો ભાઇ હારૂન બકર ઢુકા ગામડાઓમાંથી ગાયો લાવતા હતા અને પાલનપુર નાની બજારના મુજ્જફરભાઇ અબ્દુલભાઇ બેલીમ, આશીફભાઇ ઇસ્માઇભાઇ બેલીમ, ઇશાક ઉર્ફે કાળુ અહેમદભાઇ બેલીમ, મુન્નવરભાઇ ઇકબાલભાઇ બેલીમ અને દાઉદભાઇ અહેમદભાઇ બેલીમ ભેગા મળી કતલ કરતા હતા.
From – Banaskantha Update