ડીસામાં વિવિધ ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતો-ફરતો શખ્સ ઝડપાયો

Share

ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમે ખાનગી બાતમીના આધારે શનિવારે વિવિધ ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતો-ફરતો શખ્સને મોચીવાસ વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો. આ અંગે ડીસા દક્ષિણ પોલીસે શખ્સે પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમે ખાનગી બાતમીના આધારે શનિવારે વિવિધ ગુનામાં સંડોવાયેલા છેલ્લા 12 વર્ષથી નાસતો-ફરતો મંગલસિંહ ઉર્ફે લાલો દિવણજી ઠાકોર (રહે. મારવાડી મોચીવાસ, તા. ડીસા, જી.બનાસકાંઠા) વાળાને મોચીવાસ વિસ્તારમાં હાજર હોઇ ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમે ઝડપી પાડયો હતો. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે શખ્સને પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

 

From – banaskantha Update


Share