ડીસામાં 108 ના કર્મચારીઓએ દીવાળી પર્વે રંગોળીની ઉજવણી કરાઇ

Share

ભારતભરમાં દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મંગળવારે ડીસામાં 108 એમ્બ્યુલન્સના કર્મચારી દ્વારા 108 ના લોકેશન પર રંગોળી બનાવી અને દીપક પ્રગટાવીને દિવાળી પર્વને ચાલુ ફરજ પર મનાવી રહ્યા છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લાના પ્રોગ્રામ મેનેજર કમલેશભાઇ પઢિયાર અને જીલ્લા અધિકારી નિખિલભાઇ પટેલના નેજા હેઠળ 108 ના કર્મચારીઓ સતત અને અવરિતપણે બનાસકાંઠા જીલ્લાના લોકોને તહેવારોમાં સેવા આપી રહ્યા છે.

[google_ad]

 

અને કર્મચારીઓને પોતાના પરિવારથી દૂર રહીને બીજાના પરિવાર દુઃખ સહન ન કરવું પડે એટલે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે.

[google_ad]

 

જ્યારે દિવાળી પર્વ પર 108 ના અધિકારી દ્વારા કર્મચારીનું મોં મીઠું કરી અને મીઠાઇ અપાઇ હતી. કર્મીઓની મહત્ત્વની કામગીરી કમલેશભાઇ પઢિયાર અને જીલ્લાના અધિકારી નિખિલભાઇ પટેલ દ્વારા બિરદાવવામાં આવી હતી.

[google_ad]

 

પ્રકાશનું પર્વ દિવાળી પર સાચી દિશામાં 108 ના કર્મીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. જ્યારે બનાસકાંઠામાં 30 જેટલી 108 એમ્બ્યુલન્સ દિવસ-રાત દિવાળી પર્વ પર તૈનાત રહેશે.

 

From – Banaskantha Update


Share