દુધવા માઇનોર-2માં વધુ પાણી છોડાતાં નવાપુરાની કેનાલ ઓવરફલો થતાં 15 ફૂટનું ગાબડું

Share

સૂઇગામ તાલુકાના મોરવાડા ગામની સીમમાંથી પસાર થતી મોરવાડા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલની દુધવા માઇનોર-2 કેનાલમાં રવિવારની રાત્રે અચાનક પાણી છોડી દેતાં કેનાલ ઓવરફલો થઇ છલકાઇ જતાં નવાપુરાની સીમમાં કેનાલ તૂટી જતાં 15 ફૂટનું ગાબડું પડતાં ગવારના તૈયાર પાકને નુકશાન થયું હતું. અને જુવાર વાઢી પૂળા વાળેલ હતા. તેમાં કેનાલનું પાણી ફરી વળતા 2 હજાર જેટલા પૂળા પલળી જતાં ખેડૂતને મોંઢે આવેલો કોળિયો છીનવાયો હતો.

[google_ad]

રવિવારની રાત્રીના સમયે અચાનક કેનાલોમાં વધુ પાણી છોડી દેવાતાં સૂઇગામ તાલુકાના દુધવા માઇનોર-2 કેનાલ ઓવરફ્લો થઈ જતાં નવાપુરાની સીમમાં કેનાલ તૂટી ગઈ હતી. જેના લીધે 15 ફૂટનું ગાબડું પડતાં હજારો લીટર પાણી વેડફાયું હતું.

[google_ad]

advt

 

તેમજ નવાપુરાના ખેડૂત વેરસીભાઈ નરસેંગભાઈ પટેલના ખેતરમાં વાવેતર કરેલ ગવારના તૈયાર પાકને નુકશાન થયું હતું અને જુવાર વાઢી પૂળા વાળેલ તેમાં પાણી ભરાઇ જતાં 2 હજાર જેટલાં ઘાસના પૂળા ખરાબ થયા છે.

[google_ad]

 

રાત્રીના સમયે કોઈપણ જાણ વગર કેનાલમાં વધુ પાણી છોડી દેતાં અને કેનાલમાં પાણી આવવાનું છે. એવી ખેડૂતોને ખબર ન હોઈ કેનાલોમાં પ્રથમ વખત સીઝનમાં પાણી છોડાયું છે.

 

From – Banaskantha Update


Share