વડગામમાં મુકબધીર મહિલાની હડકાયા કૂતરાએ ખોપડી ફાડી ખાધી, CHCના મેડિકલ ઓફિસર સારવાર માટે ફરક્યા પણ નહીંના આક્ષેપ

Share

વડગામની એક મુકબધીર મહિલાને ઘર નજીક હડકાયા કૂતરાએ બચકું ભરી ખોપડી ફાડી ખાધી. પરિવારે નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જતા ત્યાંના મેડિકલ ઓફિસરે સામુહિક કેન્દ્રમાં હાજર હોવા છતાં સારવાર માટે ફરક્યા પણ નહીં જયારે ઓફિસરની મંજૂરી વગર સ્ટાફે ચિઠ્ઠી લખી આગળ રીફર કરી નાખ્યા હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા.

 

[google_ad]

પેપોળ ગામના મૂકબધીર ચંપાબેન ભીખાભાઈ રાવત (ઉં.વ.48) સોમવારે બપોરે ઘર બહાર એઠવાડ નાખવા જતા હતા. દરમિયાન હડકાયું કૂતરું આવી જતા મહિલાને બચકું ભરી ખોપડી ફાડી નાખતા પરિવારે નજીકમાં આવેલ મેમદપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જતા મેડિકલ ઓફિસરને સ્ટાફે જાણ કરવા છતાં સારવાર માટે ન ફરકતા હાજર રહેલ સ્ટાફે ઇન્જેક્શન આપી ચિઠ્ઠી લખી પાલનપુર રીફર કર્યા હતા.

[google_ad]

રીફર કરવાનું કામ મેડિકલ ઓફિસરે તપાસ કર્યા બાદ કરવાનું હોય છે જે કામ સ્ટાફે કર્યું હતું તેવા મહિલાના પરિવારે આક્ષેપ કર્યા હતા. પરિવારના સદસ્યોએ મહિલાને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખેસડાઇ હતી જ્યાં મહિલા સારવાર દરમિયાન આઠ ટાંકા આવ્યા હતા.

 

[google_ad]

મહિલાને કૂતરાએ કપાળ ફાડી નાખતા પાલનપુર સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘કુતરાએ બચકું ભરતાં મહિલાના કપાળના ભાગે કોચ પડી જવા પામી છે. ઘા ઉંડો હોવાથી નવીન ચામડી નાખી પ્લાસ્ટીક સર્જરી કરવી પડશે તેવું સિવિલ સૂત્રોએ જણાવ્યું હતું.

 

 

From – Banaskantha Update


Share