બનાસકાંઠામાં હીન્દુઓના મોટા તહેવારને રોશન કરતો મુસ્લિમ પરિવાર : દીવડા પ્રગટાવીને પ્રકાશ ફેલાવે છે

Share

ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને આ દેશમાં અલગ-અલગ ધર્મના લોકો વસવાટ કરે છે અને તેમના તહેવારો પણ સાથે મળીને ઉજવતાં હોય છે. આ તહેવારોની ઉજવણીમાં પણ દેશમાં વસતા અલગ-અલગ ધર્મના લોકો ક્યાંકને ક્યાંક જોડાયેલા હોય છે. બનાસકાંઠા જીલ્લામાં આવી જ કોમી એકતાની મિશાલ એક મુસ્લિમ પરિવાર પૂરી પાડી રહ્યો છે. આ મુસ્લિમ પરિવાર દ્વારા દિવાળીના તહેવાર પર દિવડા બનાવવામાં આવે છે અને આ દિવડા દેશ-વિદેશમાં વસતા હીન્દુઓ ખરીદે છે અને દિવાળીના તહેવાર પર આ દીવડા પ્રગટાવીને પ્રકાશ ફેલાવી રહ્યા છે.

 

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં આવેલા ડીસા તાલુકાના ઝેરડા ગામમાં રહેતો મોહમ્મદભાઇ સુમરાનો પરિવાર મુસ્લિમ પરિવાર છે અને આ પરિવારના સભ્યોનો પરંપરાગત વ્યવસાય માટીમાંથી દીવડા બનાવવાનો છે. વર્ષો પહેલાં પરંપરાગત રીતે આ પરિવાર માટીમાંથી દીવડા બનાવતો હતો.

[google_ad]

પરંતુ સમય જતાં આ પરિવાર પણ આધુનિકતાના રંગે રંગાયો હતો અને બેંકમાંથી લોન લઇને સાધન સામગ્રી વસાવીને કોડીયા બનાવવાનો નાનો બિઝનેશ શરૂ કર્યો હતો. જોત જોતામાં આ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલા કોડીયા ગુજરાત સહીત દેશભરમાં મશહુર થવા લાગ્યા હતા. મોટા શહેરોના વેપારીઓ આ મુસ્લિમ પરિવાર પાસેથી કોડીયા ખરીદીને તેને પેઇન્ટ કરીને વિદેશ મોકલી રહ્યા છે.

 

[google_ad]

એટલે બનાસકાંઠા જીલ્લાના નાનકડા ગામમાં એક મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતાં આ માટીના કોડીયા દિવાળી દરમિયાન સમગ્ર વિશ્વમાં ઝગમગી ઉઠે છે. પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી ચાઇનીઝ લાઇટો અને કોરોનાના કારણે દિવસે દિવસે આ પરંપરાગત કોડીયાની માંગ ઘટી રહી છે. 50થી વધુ લોકોને રોજગાર આપી રહેલો આ કોડીયાનો બિઝનેશ અત્યારે નાનો છે.

[google_ad]

પરંતુ સરકાર જે રીતે સ્વદેશી વેપારને વેગ આપવા માટે સ્ટાર્ટ અપ ઇન્ડીયા શરૂ કર્યું છે તે અંતર્ગત આ વેપારને પણ સહયોગ આપવામાં આવે તો એકવાર ફરી આ કોડીયા બનાવવાનો નાનો બિઝનેશ અસંખ્ય લોકોને રોજગારી આપી શકે છે અને દેશના અર્થતંત્રને પણ વેગ આપી શકે છે.

File Photo

[google_ad]

એક વાત તો નક્કી છે કે, આટલી બેનમૂન કળા અને ઇકો ફ્રેન્ડલી કોડીયા પહેલી નજરમાં જ ગમી જાય તેવા છે. પરંતુ પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચઢેલી આજની પેઢી હાથ બનાવટની વસ્તુઓને ખૂબ જ ઓછી પસંદ કરી રહી છે અને તેના લીધે માટીના આ કોડીયાના વેચાણ પર પણ અસર જોવા મળી રહી છે. ત્યારે ડીસામાં માટીના વાસણો અને રમકડાંનું વેચાણ કરતાં રાયમાબેન પણ લોકોને પરદેશી ચીજવસ્તુઓનો મોહ છોડીને દેશી વસ્તુ અપનાવવા અપિલ કરી રહી છે.

File Photo

[google_ad]

આ મુસ્લિમ પરિવાર દ્વારા માટીના જે કોડીયા બનાવવામાં આવી રહ્યા છે તે કોડીયાનો ઉપયોગ દિવાળીના તહેવારોમાં દીવડા પ્રગટાવવા માટે વર્ષોથી લોકો કરતાં આવ્યા છે. દિવાળી હીન્દુઓનો તહેવાર છે અને દિવાળી પર તમામ હીન્દુઓ તેમના ઘરોને દીવડાઓથી શણગારતાં હોય છે અને આ જ દીવડા એક મુસ્લિમ પરિવાર બનાવી રહ્યો છે. ત્યારે દિવાળીના તહેવાર પર જ્યારે હીન્દુઓ આ મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલા દીવડા તેમના ઘરોમાં પ્રગટાવે છે. ત્યારે આ દીવડા બનાવનાર આ મુસ્લિમ પરિવાર ખુશ થતો હોય છે અને આજ બિનસાંપ્રદાયક ભારતની નિશાની છે.

File Photo

[google_ad]

હીન્દુઓના સહુથી મોટા તહેવારને રોશન મુસ્લિમ પરિવાર કરી રહ્યો છે. જે ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ હોવાની ગવાહી આપે છે અને આ મુસ્લિમ પરિવાર પણ જ્યારે હીન્દુઓ દિવાળીમાં તેમના દ્વારા બનાવવામાં આવેલા દીવડા પ્રગટાવે છે તેના પ્રકાશથી ખુશ થઇ રહ્યો છે.

 

 

From – Banaskantha Update


Share