ડીસા-લાખણી હાઇવે પર ટ્રક અને બાઇક સામસામે ટકરાતાં એક વ્યક્તિનું મોત

Share

 

લાખણી હાઇવે પર શુક્રવારે સવારે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં લાખણીથી ડીસા તરફ બાઇક લઇને યુવક ડીસા તરફ પોતાનું બાઇક સર્વિસ કરાવવા આવી રહ્યો હતો.

 

 

તે દરમિયાન આગથળા નજીક આવેલ કુડા ત્રણ રસ્તા પર પૂરપાટઝડપે આવી રહેલી ટ્રક સામે ટકરાતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. આ અંગે આગથળા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે શુક્રવારે સવારે લાખણીથી ડીસા તરફ બાઇક નં. GJ-08-AR-8049 લઇને શૈલેષભાઇ માવજીભાઇ પરમાર (ઉં.વ.આ. 21) (રહે. લાખણી, તા. લાખણી) ડીસા તરફ બાઇક સર્વિસ કરાવવા આવી રહ્યા હતા.

 

 

તે દરમિયાન આગથળા નજીક આવેલ કુડા ત્રણ રસ્તા પર પૂરપાટઝડપે આવી રહેલી ટ્રક નં. GJ-01-DY-0351 ના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવીંગ કરી બાઇકને સામે ટકરાતાં બાઇક ચાલક નીચે પટકાયો હતો. જેમાં ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

 

 

જ્યારે તાત્કાલીક 108 વાનને જાણ કરતાં 108 વાનની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતકની લાશને પી.એમ. અર્થે લાખણી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે આગથળા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From-Banaskantha update

 


Share