બનાસકાંઠાના બે ગામ જેને ફક્ત એક દીવાલ અલગ પાડે છે : રાજાશાહી સમયમાં અલગ પડેલા ગામો આજે પણ અલગ

Share

સામાન્ય રીતે બે ગામ વચ્ચે થોડુ ઘણું અંતર હોય છે. પરંતુ બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકામાં આવેલા ભાટવર ગામ અને ભાટવરવાસ એવા બે ગામો છે કે, જેના વચ્ચે ફક્ત એક દીવાલનું અંતર છે. બંને ગામ વચ્ચે માત્ર દીવાલનું અંતર હોવા છતાં ગામમાં શાળા, પાણીનો કૂવો, પંચાયત ભવન સહીતની અલગ અલગ સુવિધાઓ છે. બંને ગામની ભૌગોલિક સ્થિતિ એવી છે કે, અહીં આવતો અજાણ્યો વ્યકિત એક ગામમાં જવાના બદલે અન્ય ગામમાં પહોંચી જાય. બંને ગામના આકાશી દ્રશ્યો જોઈને તો અંદાજો લગાવવો મુશ્કેલ છે કે કયા ઘર કયા ગામના છે.

[google_ad]

 

બનાસકાંઠાના સરહદી તાલુકા વાવમાં આવેલા ભાટવરવાસ અને ભાટવર ગામની ભૌગોલિક સ્થિતિ ભુલભુલામણી ભરેલી છે. કારણ કે બંને ગામના નામ મળતા આવે છે અને ગામો વચ્ચેનું અંતર પણ ફક્ત એક દીવાલ જેટલું જ છે. ગામનો આકાશી નજારો જોતા પણ અંદાજો લગાવવો મુશ્કેલ છે કે કયા ઘર કયા ગામના છે. કારણ કે બંને ગામમાં એક બાંધણીના જ મકાનો આવેલા છે અને શેરી-ગલીઓની સ્થિતિ પણ એકસમાન છે. આજે પણ ગામમાં આવતાં અજાણ્યા વ્યકિતઓ અહીં ભૂલા પડી જતા હોવાનું જાણવા મળ્યું છે.

[google_ad]

સામાન્ય રીતે ગામની વસતી વધતી હોય છે ત્યારે તેની પંચાયતો સહીતની સુવિધા અલગ અલગ કરવામા આવતી હોય છે. પરંતુ, ભાટવરવાસ અને ભાટવર ગામ એવા ગામો છે કે જે વર્ષોથી બાજુ બાજુમાં હોવા છતા શાળા, કૂવો, પંચાયત ભવન સહીતની તમામ સુવિધાઓ અલગ અલગ ધરાવે છે.

[google_ad]

ભાટવરવાસ અને ભાટવર ગામ વચ્ચે આવેલી દીવાલ સાથે ઈતિહાસ જોડાયેલો છે. રાજાશાહી સમયમાં બનાવવામાં આવેલી દીવાલ ગામમાં આજે પણ હયાત છે. અને ગામને અલગ પાડે છે. ઇતિહાસ પર નજર કરીએ તો આઝાદી પૂર્વે રાજાશાહી સમયમાં ભાટવર ગામ વાવ સ્ટેટમાં આવતું હતું. ગામનો કરવેરો પણ વાવ સ્ટેટમાં ભરાતો હતો. ત્યારબાદ ભાટવર ગામ અને ભાટવરવાસ એમ બે ભાગ થતાં ભાટવર ગામનો કરવેરો વાવ સ્ટેટમાં અને ભાટવરવાસનો કરવેરો દિયોદર સ્ટેટમાં ભરવામા આવતો હતો. રાજાશાહી સમયમાં બે અલગ અલગ રજવાડા વચ્ચે ગામ વહેચાતા બંને ગામ વચ્ચે એક દીવાલ બનાવવામા આવી હતી. જે દીવાલ બંને ગામને અલગ પાડતી હતી. આ દીવાલ આજે પણ બંને ગામને અલગ પાડે છે.

 

From – Banaskantha Update

 


Share