અમીરગઢમાં લદાખથી કેવડીયા જઇ રહેલી આઈ.ટી.બી.ટી.ના જવાનોની સાઇકલ રેલીનું સ્વાગત કરાયું

Share

ભારતની અખંડ એકતાના પ્રતીક રૂપે આઈ.ટી.બી.ટી.ના જવાનો દ્વારા લદાખથી સાઇકલ રેલી યોજી ગુજરાતમાં આપણા દેશના પ્રથમ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા કેવડીયા સુધી ભ્રમણ કરી રહ્યા છે. રાષ્ટ્ર એકતા અને ભાઇચારાના સંદેશ આપતી આ રેલી લદાખથી હિમાલય અને પંજાબ થઈને રાજસ્થાનના રસ્તેથી ગુજરાતમાં પ્રવેશી છે.

[google_ad]

 

ગુજરાતમાં પ્રવેસતાં અમીરગઢ બોરદર પર આ ભારતીય જવાનોનું ભવ્ય સ્વાગત બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.

[google_ad]

 

રેલીના મુખ્ય કમાંડર અધિસ ગુપ્તાનું બનાસકાંઠાએ એસ.પી. સુશીલ અગ્રવાલ તરફથી બુકે આપી સન્માન કરી દરેક જવાનોનું સન્માન કરેલ હતું રેલી સાથે આવનાર આબુરોડના ભરમકુમારિના લોકોનું પણ સ્વાગત કરવામાં આવેલ હતું.

[google_ad]

 

 

જવાનોને લીંબુપાણી આપી એનર્જી લાવવાના પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.

[google_ad]

 

રેલીના આવેલા જવાનોએ સાઇકલ દ્વારા તા. 28મી સપ્ટેમ્બર થી શરૂઆત કરી હતી. તેઓના ચેહરા પર એક જનૂન હતું અને ભારત માતાના અને જાય હિંદના નારાઓ સાથે ઉપસ્થિત આગેવાનો અને ગામલોકોમાં પણ જોશ જગાવ્યો હતો.

[google_ad]

 

 

અમીરગઢ ખાતે બનાસકાંઠા પોલીસ દ્વારા ભવ્ય સ્વાગત માટે આઈ.ટી.બી.ટી.ના જવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો અને રેલીને આગળ વધારી હતી.

 

From – Banaskantha Update

 


Share