વડગામના જલોત્રા ગામ અને પાલનપુરના વાસણ(ધા) ગામમાં પુરુષો મહીલાઓનો પોષાક ધારણ કરી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે

Share

બનાસકાંઠા જીલ્લાના વડગામના જલોત્રા ગામ એવું છે. જ્યાં પુરુષો મહીલાઓનો પોષાક ધારણ કરી ગરબે ઘૂમે છે. આ ગરબા વર્ષો જૂની પરંપરા મુજબ થાય છે. જેમાં ગામના જ વૃદ્ધો ગરબા ગાય છે અને દેશી ઢોલના તાલે ગામના યુવાઓ ગરબે ઘૂમે છે. પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે બુધવારે સાંજે મંદિરના પટ્ટાંગણમાં નોરતિયા અને માતાજીના શેળીયા બની ચણિયા પહેરેલા પુરુષો ગરબે ઘૂમ્યા હતા. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ માતાજીના નોરતીયા સાથે શેળીયા બનવા માટે અવશ્ય ચણીયા પહેરવા પડે છે એમ વડીલોએ જણાવ્યું હતું.

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં ઠેર-ઠેર જગ્યાએ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં શેરી ગરબા યોજવામાં આવતાં ખેલૈયાઓમાં ખુશી જોવા મળી છે. જો કે, છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના મહામારીને લઈ નવરાત્રિના પર્વ પર રોક લાગી હતી. જેમાં આ વર્ષ સરકારની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિ યોજવામાં આવી છે. જેને લઈ બનાસકાંઠા જીલ્લામાં ઠેર-ઠેર જગ્યાએ શેરી ગરબાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમી રહ્યા છે.[google_ad]

 

બનાસકાંઠા જીલ્લાનુ વડગામ તાલુકાના જલોત્રા ગામ ઠાકોર સમાજના યુવાનો દ્વારા થતી નવરાત્રિ આજે પણ વર્ષો જૂની પરંપરા મુજબ થાય છે.જેમાં નથી હોતું ડી.જે. કે નથી ઓરકેસ્ટ્રા ગામના જ વૃદ્ધો ગરબા ગાય છે અને દેશી ઢોલના તાલે ગામના પુરુષો મહીલાઓનો વેશ ધારણ કરી હાથમાં મોર પીંછ રાખી ગરબે ઘૂમે છે.આ નવરાત્રિમાં કોઈ મહીલા ગરબે ઘૂમતી મહિલાઓ ફક્ત બેસીને પુરુષોને ગરબે રમતા જુએ છે.

[google_ad]


વાસણ (ધા) ગામે બુધવારે આસો સુદ આઠમની પરંપરાગત ઊજવણી કરવામાં આવી હતી. જ્યાં નોરતીયા બનેલા યુવકો ધુણતા ધુણતા અંબાજી માતાના મંદિરે પહોંચ્યા હતા. જ્યાં ચણીયો પહેરેલા યુવકોએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.

[google_ad]

 

વાસણ (ધા) ગામે બુધવારે આસો સુદ આઠમની પરંપરાગત ઊજવણી કરવામાં આવી હતી

આ અંગે વડીલ કાળુજી ઠાકોરે જણાવ્યું હતું કે,’ગામમાં વસતા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આસો સુદ આઠમની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. પરંપરાથી ચાલ્યા આવતા રીવાજ મુજબ યુવકો નોરતીયા બને છે. જ્યાં નોરતીયાઓની સાથે માતાજીના શેળીયા બનવા માટે અવશ્ય ચણીયા પહેરવા પડે છે. જેઓ ધુણતા ધુણતા અંબાજી માતાના મંદિરે પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નોરતીયાઓએ કોરડાનો માર પણ ઝીલ્યો હતો. સાથે સાથે મંત્રેલુ લીંબુ લેવાની વિધી પણ કરવામાં આવી હતી. મંદિરમાં હવન કરાયો હતો. આ પ્રસંગે ભરાયેલા મેળામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો.’

 

From – Banaskantha Update

 


Share