ડીસામાં ઉત્તર પોલીસમાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું

Share

 

 

ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં વિજયા દશમી પર્વને લઇ શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ડીસા શહેર ઉત્તર પોલીસના જવાનોએ ઉપસ્થિત રહીને શસ્ત્રોની પૂજા કરી હતી. અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયા દશમી આજના દિવસે ભગવાન રામે રાવણનું વધ કરીને અસત્ય પર સત્યની વિજય પતાકા લહેરાવી હતી.

 

 

એટલા માટે જ આજના દિવસને વિજયા દશમી તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રમાં વિજયા દશમી પર શસ્ત્રોની પૂજા કરવાની પણ માન્યતા પ્રચલિત છે. ત્યારે શુક્રવારે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં વિજયા દશમી પર્વની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ડીસા શહેર ઉત્તર પોલીસે શસ્ત્રોની પૂજા કરી હતી. ધાર્મિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્રોની પૂજા વિધીનો કાર્યક્રમ યોજાયો હતો.

 

 

જેમાં પોલીસ મથકના તમામ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જેમાં સૌપ્રથમ શસ્ત્રોની પૂજા કરાઇ હતી. જે બાદ ડીસા ઉતર પોલીસ મથકના જવાનો દ્વારા આરતી ઉતારી શસ્ત્રોની વિધી કરાઇ હતી. આમ દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના પર્વ નિમિત્તે ઉત્તર પોલીસ મથકે શસ્ત્ર પૂજન કરાયું હતું.

 

 

 

From-Banaskantha update

 


Share