પાલનપુરની લેભાગુ કંપનીએ થરાદમાંથી 400 ગ્રાહકોના ત્રણ કરોડ ખંખેરી છેતરપિંડી કરી

Share

થરાદમાં એક લેભાગુ કંપનીએ એજન્ટો રોકીને કમિશનની લાલચ આપીને આરબીઆઇનું લાયસન્સવાળું સર્ટી આપીને ચારસો જેટલા ગ્રાહકો પાસેથી 6 વર્ષે બમણા કરવાની લાલચ આપીને ત્રણ કરોડનું ગાળીયું કરવામાં આવ્યું હતું. જે પૈસા પરત આપવા માટે એજન્ટો અને રોકાણકારો સાથે ખાનગી હોટલમાં યોજાયેલી બેઠકમાં હોબાળો થતાં એમ.ડી. સામે છેતરપિંડી બદલ થરાદ પોલીસને સોંપવામાં આવ્યો હતો.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

પાલનપુરની ડાયમંડ હોમ ફિનસર્વે કંપનીના માલિક પ્રકાશ પટ્ટણી દ્વારા એજન્ટો રોકી 6 વર્ષે રૂપીયા બે ગણા થવાની લાલચ આપતાં ડાયમંડ મ્યુચ્યુઅલ બેનીફીટ ફંડના સર્ટીફિકેટ આપીને થરાદ પંથકના આશરે 400 જેટલો ગ્રાહકો પાસે ત્રણ કરોડ જેટલી રકમનું રોકાણ કરાવ્યું હતું.

[google_ad]

ત્યાર પછી આ કંપની દ્વારા પાકતી રકમ આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવતાં થરાદની હોટલમાં રોકાણકારો અને કંપનીના એમ.ડી.વચ્ચે મુડી પરત આપવા બાબતે બેઠક યોજાઇ હતી.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

જેમાં માલિક દ્વારા દિવાળી પછી માત્ર બે લાખ રૂપીયા પરત આપવાની મુદત આપતાં હોબાળો મચવા પામ્યો હતો. આ અંગે રોકાણકારોએ પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. જેમની સમક્ષ કંપનીએ વાર્ષિક 12.5 ટકાના દરથી વ્યાજદર આપવાની લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોઇ એમ.ડી. સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. પોલીસ એમ.ડીને મથકમાં લઇ જઇ પુછપરછ હાથ ધરી હતી.

 

 

From – Banaskantha Update


Share