ડીસામાં નેશનલ હાઈવે પરના રોડ ખખડધજથી વાહનચાલકો અને રાહદારીઓમાં આક્રોશ ભભૂક્યો

Share

ગુજરાત સરકારે મોટા ઉપાડે શરૂ કરેલ ખાડા અભિયાન બનાસકાંઠામાં તો નિષ્ફળ ગયું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, જીલ્લામાં શહેરી વિસ્તારો ઉપરાંત નેશનલ હાઈવે પરના ખાડા પણ હજુ પણ યથાવત છે, જેના કારણે રોજના હજારો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ચોમાસામાં વરસાદી પાણીના કારણે બનાસકાંઠા સહીત સમગ્ર ગુજરાતના માર્ગો પર મસમોટા ખાડાઓ પડી ગયા હતા. અને આ ખાડાઓના કારણે સરકાર સામે માછલા ધોવાઈ રહ્યા હતા. ત્યારે ગુજરાત સરકારના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે એક વોટ્સએપ નંબર જાહેર કરી લોકો પાસેથી ખાડા અંગે માહિતી મંગાવી હતી અને તા.10 ઓક્ટોબર સુધી મોટાભાગના ખાડાઓ પુરાઈ ગયા હોવાની જાહેરાત પણ કરી હતી. જો કે સરકારની આ જાહેરાત પોકળ સાબિત બનાસકાંઠા જીલ્લાના ખાડાઓ કરી રહ્યા છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાંથી પસાર થતા મુખ્ય નેશનલ હાઇવે 27 પર અનેક ખાડાઓ પડી ગયા છે. આ સિવાય શહેરી વિસ્તારોમાં પણ અનેક જગ્યાએ ખાડા પડી જતાં વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

[google_ad]

 

નેશનલ હાઈવે પર પડેલ ખાડાઓ અંગે સ્થાનિક લોકોએ વોટ્સએપ પર મેસેજ પણ કર્યો હતો અને સ્થાનિક તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી તેમ છતાં પણ હજુ સુધી ખાડાઓ પુરાયા નથી.

[google_ad]

advt

 

આ ખાડા વાળા હાઇવે પરથી વાહનચાલકોની સાથે-સાથે ગુજરાત સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પણ પસાર થાય છે. તેમ છતાં ખાડા ન પુરાતા હવે સરકારની આ જાહેરાત સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share