એ.સી.બી. ની સફળ ટ્રેપથી તલાટી કમમંત્રી અરજદાર પાસેથી લાંચ લેતો ઝડપાયો

- Advertisement -
Share

માંડવી તાલુકાના ભાડઇ ગામના અરજદારની જમીન વેચાણ બાદ ગ્રામ પંચાયતમાં વારસાઇ નોંધ પાડવા સબબ રૂા. 60 હજારની લાંચની માંગણી કરનાર તલાટી કમમંત્રી લાંચ લેતો એ.સી.બી.ના છટકામાં રંગેહાથ ઝડપાયો હતો.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, માંડવી તાલુકાના ભાડઇ ગામના એક અરજદારે પોતાની જમીન વેચી હોય સબંધિત જમીનમાં વારસાઇ નોંધ પાડવા ગ્રામ પંચાયતના તલાટી પાસે માંગણી કરી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

જે બાબતે પંચાયતના તલાટી કમમંત્રી રાહુલ ઉમિયાશંકર રમણાએ રૂા. 60 હજારની માંગણી કરી હતી. અરજદારે લાંચની રકમ આપવા ન માંગતાં હોઇ અરજદારે બોર્ડર રેન્જ એન્ટી કરપ્શન બ્યુરોના મદદનીશ નિયામક કે.એચ.ગોહીલને જાણ કરી ફરિયાદ કરતાં મદદનીશ નિયામક ગોહીલની સુચનાથી ભૂજ એન્ટીકરપ્શન બ્યુરોના પી.આઇ. પી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ ભાડઇ અને ધોડકા રોડ પર છટકું ગોઠવ્યું હતું.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

જેમાં આરોપી તલાટી કમમંત્રી ફરિયાદી પાસેથી રૂા. 60 હજારની લાંચ લેતાં એ.સી.બી.ની ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા હતા. એ.સી.બી.ની ટ્રેપમાં તલાટી કમમંત્રી લાંચ લેતાં ઝડપાઇ જતાં કચ્છના તલાટી કમમંત્રીઓમાં સન્નાટો મચી ગયો હતો. એ.સી.બી.એ આરોપીના કબજામાંથી લાંચની રકમ રીકવર કરીને આરોપી વિરૂધ્ધ આગળની તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!