ડીસામાં પ્રથમવાર ફૂલ માર્કેટમાં દિવાળી ટાણે મંદીનો માહોલ

- Advertisement -
Share

વેપારીઓએ કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલા ફૂલ માર્કેટમાં ઠાલવતાં ભાવ ગગડયા

દિવાળીના તહેવારમાં દરેક ચીજ વસ્તુઓના ભાવ સામાન્ય કરતાં વધી જતાં હોય છે. જેમાં પણ ફૂલ માર્કેટ 2-3 દિવસનું હોવાથી ભયંકર તેજી જોવા મળતી હોય છે.
પરંતુ ડીસામાં પ્રથમ વખત વેપારીઓએ ફૂલો અગાઉથી ખરીદી કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલા હોવાથી આ વખતે દિવાળીના તહેવારોમાં ફૂલ બજારમાં સામાન્ય કરતાં પણ ઓછા ભાવ એટલે કે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવાળીનો તહેવાર આવે એટલે દરેક વ્યક્તિ કંઇને કંઇ ખરીદી કરતાં હોય છે. જેના કારણે તમામ ચીજ વસ્તુઓના ભાવમાં દર વખતે વધારો થતો રહે છે અને તેમાં ભગવાનને ચઢાવવાના ફૂલહાર પણ બાકાત રહેતાં નથી.
ફૂલ બજારમાં દિવાળીના મુહુર્તના 3-4 દિવસ જ તેજી રહેતી હોય છે. જે સમયે ફૂલોના ભાવ સામાન્ય કરતાં 4 થી 5 ગણા વધી જાય છે. જેના કારણે ધનતેરસ, દિવાળી, બેસતુ વર્ષ અને લાભ પાંચમના દિવસે ફૂલહાર અને તોરણની વેપારીઓને આયાત કરવી પડતી હોવાથી તેના ભાવમાં ધરખમ વધારો થાય છે.

પરંતુ હવે વેપારીઓ સ્માર્ટ બની ગયા હોય તેમ વેપારીઓએ અગમબુદ્ધી વાપરી સપ્તાહ અગાઉથી જ ફૂલોને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી લીધો હોવાથી આ વખતે માર્કેટમાં ફૂલ બજારમાં સામાન્ય ભાવ જળવાઇ રહ્યા છે. એટલે કે, ફૂલ બજારમાં તેજીનો નહીં પણ મંદીનો માહોલ છે.
એક સપ્તાહ અગાઉ ડીસા ફૂલ માર્કેટમાં ગલગોટા, સેવંતી, ગુલાબ, મોગરા અને જાસૂદ જેવા ફૂલોના ભાવ રૂ. 50 થી લઇને રૂ. 110 સુધીના પ્રતિ કિલો હતા. દિવાળી આવતાં આ ફૂલોના ભાવ રૂ. 250 ને લઇને રૂ. 500 સુધીના પ્રતિ કિલોના પહોંચે તેવી શક્યતા હતી.

 

પરંતુ વેપારીઓએ અનેક પ્રકારના ફૂલો અગાઉથી જ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેતાં ફૂલોના ભાવ વધવાને બદલે ઘટી ગયા છે. આ અંગે વેપારીઓએ જણવ્યું હતું કે, ‘કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલા ફૂલો 10 થી 15 દિવસ સુધી બગડતાં નથી કે તેની પાંદડી ખરી જતી નથી અને બિલકુલ તાજા રહે છે.
જેથી કોલ્ડ સ્ટોરેજમાં ભાડું ચૂકવીએ તો પણ જે રીતે દિવાળીના દિવસોમાં અનેક ગણા ભાવ ચૂકવવા પડતા હતા. જેના કરતાં ઘણું સસ્તું પડી રહ્યું છે. આમ દિવાળીના તહેવારોમાં પ્રથમ જ વખત ડીસાના વેપારીઓએ ફૂલો કોલ્ડ સ્ટોરેજમાં મૂકતાં ફૂલ બજારમાં જોઇએ તેવી તેજી આવી નથી.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!