થરામાં નકલી પોલીસ બની રોફ જમાવતાં મહીલા અને પુરૂષ ઝડપાયા

- Advertisement -
Share

ગાંધીનગર મહીલા પી.એસ.આઇ. હોવાનું જણાવી ખાનગી ગેસ્ટ હાઉસમાં તપાસ કરવા આવ્યા હતા

 

કાંકરેજના થરામાંથી નકલી પોલીસ બની રોફ જમાવતાં મહીલા અને પુરૂષ ઝડપાયા છે. ગાંધીનગર સેલના મહીલા પી.એસ.આઇ. હોવાનું જણાવી થરામાં આવેલ એક ખાનગી ગેસ્ટ હાઉસમાં તપાસ માટે આવ્યા હતા.

સ્થાનિક પોલીસને સાથે રાખી ગેસ્ટ હાઉસમાં તપાસ શરૂ કરી હતી પરંતુ સ્થાનિક પોલીસે શકના આધારે નકલી પોલીસ બની રોફ જમાવતાં મહીલા અને પુરૂષને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, સમગ્ર ગુજરાતમાં અનેક વાહનોમાં પોલીસની પ્લેટ અને પોલીસ લખાવી જાહેરમાં લોકો વાહનો લઇ બેફામ દોડતાં નજરે પડી રહ્યા છે.

 

પરંતુ પોલીસ દ્વારા આવી ઘટનાને રોકવા માટે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો અનેક શખ્સો જે પોલીસ સામે રોફ જમાવી રહ્યા છે.

 

તેની ઉપર કાર્યવાહી થઇ શકે. પરંતુ શુક્રવારે પોલીસ બેડાને બદનામ કરવાની આવી જ એક ઘટના બનાસકાંઠા જીલ્લામાં જોવા મળી છે.

 

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજના થરામાં પોલીસ કંટ્રોલ રૂમ પાલનપુર તરફથી થરા વિસ્તારમાં આવેલ બંસી હોટલમાં ચેકીંગ કરવા માટે ગાંધીનગર સેલના પી.એસ.આઇ. અનિતા ચૌધરી આવેલ છે અને હોટલનો

 

દરવાજો કોઇ ખોલ્યું નથી તો તેમને સ્થાનિક પોલીસને મદદની જરૂર છે તેવી ટેલિફોનિક વર્ધી આધારે થરા પોલીસનો સ્ટાફ સાથે બંસી ગેસ્ટ હાઉસમાં જતાં એક ઇકો ગાડી ઉપર હોય જેના આગળના ભાગે ડ્રાઇવીંગ

 

સીટ ઉપર એક પુરૂષ બેઠેલ હોય અને તેની બાજુમાં એક મહીલા બેઠેલ હોય અને આગળના ભાગે બેઠક હતી તેમજ આગળના ભાગે પોલીસ કલરનું ક્રાઇમ લખેલું બોર્ડ પડયું હતું અને તે મહીલાએ તેમની ઓળખાણ

 

અનિતા ચૌધરી પી.એસ.આઇ. ગાંધીનગર સેલ તરીકેની આપી હતી અને ગેસ્ટ હાઉસ ચેક કરવાનું કહેતાં સ્થાનિક પોલીસ દ્વારા ગેસ્ટ હાઉસની ચેકીંગ કરી ગેસ્ટ હાઉસના સંચાલક અને મહીલા મુસાફરને થરા

 

પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવા આવ્યા હતા. આ તે વખતે થરા પોલીસે અનિતા ચૌધરીને તેમની બેન્ચ કઇ છે અને તેમની ઇનીસીયલ શું છે તેમજ હાલમાં કઇ જગ્યાએ ફરજ બજાવતો એવું પૂછતા કોઇ જવાબ

 

આપ્યો નહીં અને ગભરાઇ ગયા હતા. જેથી થરા પોલીસને શક વહેમ જતાં મહીલા પોલીસ કર્મચારીની હાજરીમાં પૂછપરછ કરી સક્ષમ અધિકારી તરફથી ઇશ્યુ કરેલ ઓળખકાર્ડ માંગતાં આવો ઓળખકાર્ડ નહીં

 

હોવાનું જણાવ્યું હતું અને પી.એસ.આઇ. ના હોદ્દા ખોટું નામ ધારણ કરી લોકોમાં રોફ જમાવતાં હોય તેવું ધ્યાને આવ્યું હતું. જેથી થરા પોલીસે તેનું નામ પૂછતાં તે મહીલાએ તેનું નામ અનિતાબેન રમેશભાઇ ચૌધરી

 

(રહે. સરીયદ, તા. સરસ્વતી, જી.પાટણ) વાળી હોવાનું જણાવ્યું હતું અને તેની પાસેથી એક મોબાઇલ મળી આવ્યો હતો. જે થરા પોલીસે જપ્ત કર્યો છે. જ્યારે ઇકો ગાડીના ચાલકનું નામ પૂછતાં તેને પણ પોતાનું નામ

 

મોહનજી સોમાજી ઠાકોર (રહે. લક્ષ્મીપુરા, તા. કાંકરેજ) વાળા હોવાનું જણાવ્યું હતું અને જે બાદ થરા પોલીસે પી.એસ.આઇ.ના હોદ્દાનું ખોટું નામ ધારણ કરી લોકોમાં રોફ જમાવતાં ઇકો ગાડીમાં ક્રાઇમ લખેલ પોલીસનું

 

કલરનું બોર્ડ લગાવી ફરતી એક મહીલા અને એક પુરૂષને ઇકો ગાડી અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.2,04,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી થરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!