ફ્રાન્સમાં 4 અઠવાડિયાનું લોકડાઉન લાદવામાં આવ્યું :

- Advertisement -
Share

કોરોનાએ આખા વિશ્વને તેનાં ભરડામાં લીધું છે. યુરોપનાં દેશોમાં સ્થિતિ બદતર બની રહી છે. ફ્રાન્સમાં કોરોનાનું કાળચક્ર ફરી વળતા 4 અઠવાડિયાનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. ફ્રાન્સનાં પ્રેસિડેન્ટ ઈમાનુએલ મેક્રોંએ જાહેરાત કરી હતી કે કોરોનાનું સંક્રમણ વધતું રોકવા આખા દેશમાં 4 અઠવાડિયા માટે ફરીથી ત્રીજું લોકડાઉન લાદવામાં આવે છે. તમામ સ્કૂલો 3 અઠવાડિયા માટે બંધ રહેશે, આખા ફ્રાન્સમાં ટ્રાવેલ પ્રતિબંધો ચાલુ રહેશે, બિન આવશ્યક ચીજોની દુકાનો અને બજારો પણ બંધ રહેશે.

મેકોંએ કહ્યું હતું કે જો આપણે હવે કોઈ પગલાં નહીં લઈએ તો બાજી ગુમાવીશું. કોરોના પર આપણો કોઈ અંકુશ નહીં રહે. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં નવા 41,907 કેસ નોંધાયા હતા અને 303 લોકોનાં મોત થયાં હતાં. દેશમાં કુલ સંક્રમિતોના આંકડો 46,44,423 થયો હતો અને 95,640નાં મોત થયાં હતાં.

લોકો ઘરથી 10 કિ.મી.ની હદમાં જ ઘરની બહાર જઈ શકશે. સાંજે 7થી સવારે 6 સુધી કરફ્યૂ અમલમાં રહેશે તે દરમિયાન 10 કિ.મીથી વધુ અંતર માટે સર્ટિફિકેટ જરૂરી બનશે. લોકોએ વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે. સાર્વજનિક સભાઓ પર પ્રતિબંધ રહેશે. ફ્રાન્સમાં સંક્રમણ વધતા હવે ઈન્ટેન્સિવ કેર યુનિટની સંખ્યા ઘટી રહી છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

કેનેડાનાં ઓન્ટારિયોમાં 28 દિવસનું લોકડાઉન કેનેડામાં જે રીતે કોરોનાનાં કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં લેતા 28 દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. શનિવારથી ટોરન્ટો અને ઓટાવામાં પણ લોકડાઉન અમલમાં આવશે. તમામ સ્ટોર્સ, જિમ, રેસ્ટોરાં અને હેર સલૂનો પણ બંધ રહેશે. બીજી તરફ યુકેમાં મોટાપાયે વેક્સિનેશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેને પરિણામે યુરોપનાં 25 દેશો કરતા ક્યાં સંક્રમણ ઘટયું છે. છેલ્લા એક અઠવાડિયામાં સંક્રમણમાં 28 ટકાનો ઘટાડો થયો છે.

બ્રાઝિલમાં સાઉથ આફ્રિકા જેવો નવો વેરિઅન્ટ મળી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સાઓ પાઉલો અને તેની આસપાસનાં વિસ્તારોમાં તેની હાજરી જણાતા સત્તાવાળાઓની ચિંતા વધી છે. કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી તે કોઈનાં સંપર્કથી વાઈરસ બ્રાઝિલમાં આવ્યો હોય તેવું જણાયું નથી. જાન્યુઆરીમાં અહીં એક નવો વાઈરસ P.૧ મળી આવ્યો હતો. આનું મ્યૂટેશન થયું હોવાની શંકા સેવાઈ રહી છે.

બ્રાઝિલમાં 1.27 કરોડ લોકો સંક્રમિત થયા છે અને 3,21,886નાં મોત થયાં છે. અમેરિકા પછી સંક્રમણમાં તે બીજા નંબરે છે. બુધવારે અહીં નવા 89,200 કેસ નોંધાયા હતા અને 3950નાં મોત થયા હતા. જે અત્યાર સુધીનો સૌથી વધુ મોટો મૃત્યુઆંક છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!