અમીરગઢ નજીક હાઇવે પર 2 ટ્રકો વચ્ચે અકસ્માત : બંને ટ્રાકોમાં અચાનક આગ લાગતા એક ટ્રક બળીને ખાખ

Share

અમીરગઢ લક્ષ્મીપુરા ગામ નજીક નેશનલ હાઇવે પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બંને ટ્રકોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે સ્થાનીક લોકોએ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં અમીરગઢ તાલુકાના લક્ષ્મીપુરા ગામ નજીક નેશનલ હાઈવે પર રાજસ્થાન તરફથી આવતા બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બંને ટ્રકોમાં અકસ્માત બાદ અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોના ટોળા એકઠા થયા હતા સ્થાનિક લોકોએ પાણીનું મારો ચલાવી ટ્રકોમાં લાગેલી આગને કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે, આગ થોડીક ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એક ટ્રક સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયું હતું.

[google_ad]

લક્ષ્મીપુરા ગામ નજીક નેશનલ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ઘટનાની જાણ અમીરગઢ પોલીસ તેમજ એલ.એન્ડ.ટી વિભાગને થતા પોલીસ તેમજ એલ.એન્ડ.ટી વિભાગ ઘટના સ્થળે પહોંચી ટ્રાફીક નિયંત્રણ કરાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જ્યારે ફાયર ફાઇટર બે કલાક લેટ આવતા બે ટ્રકોમાંથી એક ટ્રક પર લાગેલી આગ ફાયર વિભાગ દ્વારા પર કાબુ મેળવ્યો હતો અને બીજુ ટ્રક બળીને સંપૂર્ણપણે ખાખ થયું હતું અકસ્માતમાં બંને ટ્રકનાં ચાલકને આબાદ બચાવ થયો હતો જ્યારે એક વ્યક્તિ ઘાયલ થતા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Advt

[google_ad]

ઉલ્લેખનીય છે કે બે સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને સત્વરે આગની જાણકારી આપી હતી પરંતુ ફાયર વિભાગના કર્મચારીઓ બે કલાક લેટ આવતા એક ટ્રક સંપૂર્ણ રીતે બળીને ખાખ થઇ ગયું હતું. ફાયર વિભાગની બેદરકારીના લીધે ટ્રક માલિકોને મોટું નુકસાન થયું.

 

[google_ad]

અમીરગઢ તાલુકામાં મોટાભાગનાના અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે જેમાં કેટલીકવાર અકસ્માતોમાં ખેતરોમાં ઘરોમાં આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં અમીરગઢ તાલુકો એ આંતરિયાળ વિસ્તારમાં એક ફાયર ફાઈટર ફાળવવા આવે તો આગના બનાવોમાં લોકોને નુકસાન ઓછું પહોંચે જેને લઈ અમીરગઢ તાલુકામાં ફાયર ફાઈટરની માંગ ઉઠી છે.

 

From – Banaskantha Update


Share