ડીસાના આપઘાત કેસના આરોપીની જામીન અરજી સેસન્સ કોર્ટએ ફગાવી, જાણો શું છે સમગ્ર કિસ્સો

- Advertisement -
Share

ડીસા શહેરમાં આવેલ પ્રજાપતિ સમાજની વાડી સામે કચ્છી કોલોની ખાતે ગત તા. 4 જુલાઇ 2021ના રોજ મનસુખલાલ મોરુમલ ઠક્કર ઊ. વર્ષ 51 ગળે દોરડુ બાંધી ફાંસો લગાવીને આત્મહત્યા કરેલ જેની પોલિસ ફરીયાદ થતાં પોલિસે આરોપી જયેશ તેજમાલભાઇ ઠક્કર(પલણ)ની ધરપકડ કરી પાલનપુર સબ જેલમાં મોકલી આપ્યો હતો. જેની જામીન અરજીની સુનવણી થતાં ડીસા સેસન્સ કોર્ટે કેશની ગંભીરતા જોતા આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

[google_ad]

સમગ્ર કેશની વિગત એવી છે કે આજથી ચારેક વર્ષ અગાઉ રાપર ખાતે રહેતા મનસુખલાલ મોરુમલ ઠક્કરને પોતાની માલીકીની અલ્ટો ગાડી નં- GJ-09-AG-7785 વેચવાની હોઇ તેમના વેવાઇ થતાં જયેશ તેજમાલભાઇ ઠક્કરને વાત કરતાં તેઓને ગાડી લેવાની હોઇ તેઓએ ખરીદેલ હતી અને ગાડી પેટે રુ. 50 હજાર રોકડા આપેલ અને બાકીની રકમ ગાડી નામે કરાવે ત્યારે આપવાનું નક્કી કરવામાં આવેલ હતુ.

 

[google_ad]

મનસુખલાલ અને જયેશભાઇ એકબીજાના વેવાઇ થતા હોઇ અને એકબીજાને સારી રીતે ઓળખતા હોઇ ગાડી નામફેર અને કોઇ લખાણ કરાવેલ ન હતુ. આ મનસુખલાલે રુ.50 હજાર રોકડા લઇ ગાડી અને કાગળો તે જ દિવસે આપી દીધેલ હતા. ત્યાર પછી જયેશભાઇએ તે ગાડી મૃતક મનસુખલાલની જાણ બહાર રાજસ્થાન ભીલવાડાના કોઇક વ્યક્તિને વેચી દિધેલ.

[google_ad]

તે ગાડી ગત. તા. 09/05/2019ના રોજ બીગોત પોલિસ સ્ટેશન ભીલવાડા રાજસ્થાનની હદમાં પોષડોડા ભરેલી બીનવારસી હાલતમાં પોલિસે જપ્ત કરી હતી. અને આ બાબતે પોલિસે તપાસ દરમયાન રેકર્ડ પ્રમાણે ગાડીના માલિક તરીકે મનસુખલાલનું નામ આવતા બડલીયાસ (રાજ.) પોલિસે ગત તા. 29/06/2020ના રોજ મનસુખલાલની ધરપકડ કરી હતી.

 

[google_ad]

ત્યાર પછી જોધપુર હાઇકોર્ટે જામીન મંજુર કરતાં ગત તા. 18/09/2020ના રોજ છુટકારો થયો હતો અને લગભગ 80 દિવસ જેટલો જેલવાસ ભોગવવો પડ્યો હતો. આમ સમગ્ર કેશમાં જયેશભાઇ ઠક્કરે મૃતક મનસુખલાલ સાથે વિશ્વાસઘાત કરેલ હોઇ અને તેમના કારણે જેલમાં જવુ પડેલ હોવાથી તેમને દિલમાં લાગી આવતા તેઓએ તા. 4/7/2021ના રોજ ડીસા ખાતે રહેતા ભાડાના મકાનમાં દોરડા વડે ફાંસો ખાઇને પોતાની જીવનલીલા સંકેલી દીધી હતી.

advt

[google_ad]

જેની ફરીયાદ મૃતકના પુત્ર દ્વારા ડીસા દક્ષિણ પોલિસ મથકે કરવામાં આવતા પોલિસે મૃતકના મકાનમાંથી 32 પાનાની સુસાઇડ નોટ મળી આવતા તપાસ માટે કબ્જે લીધી હતી અને તે સુસાઇડ નોટના આધારે આરોપી તરીકે જયેશ તેજમાલભાઇ ઠક્કર રહે. રાણીપ અમદાવાદ લેવામાં આવ્યા હતા અને આ બાબતે સુસાઇડ નોટમાં લખેલ લખાણ બાબતે રાજસ્થાન તેમજ ગુજરાતમાં તપાસ કરીને તા. 11/09/2021ના રોજ જયેશ ઠક્કરની ધરપકડ કરવામાં આવેલ હતી અને તેને સબજેલમાં મોકલી આપવામાં આવેલ હતા. જેથી તેમની જામીન અરજી માટે ડીસા સેસન્સ કોર્ટમાં રજુ કરવામાં આવેલ અને નમાદાર કોર્ટ દ્વારા જામીન અરજી ના મંજુર કરવામાં આવી હતી.

 

[google_ad]

“મારા પિતાને ફસાવનારને કડકમાં કડક સજા થવી જોઇએ”-ભાગ્ય ઠક્કર (મૃતકનો પુત્ર)

“મારા પિતા પાસેથી ગાડી વેચાણ લઇ બારોબાર રાજસ્થાન વેચી મારી મારા પિતાને ખોટા કેસમાં ફસાવી અને મોતના મુખમાં ધકેલનાર જયેશ ઠક્કરને કડકમાં કડક સજા થવી જોઇએ જેથી બીજા લોકો પણ આવી ખોટી રીતે નિર્દોષ લોકોને ફસાવે નહી. તેવી સજા કરવા નામદાર કોર્ટ તેમજ પોલિસને વિનંતી છે.”

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!