જલ જીવન મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પ્રસંગે ગુજરાતના એકમાત્ર પાલનપુર તાલુકાના પીંપળી ગામના ગ્રામજનો સાથે વડાપ્રધાન સીધો સંવાદ કરશે : કલેક્ટર આનંદ પટેલ

Share

જલ જીવન મિશન અંતર્ગત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ તા. 2 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશભરની અલગ-અલગ ગ્રામ પંચાયતોની સાથે ગુજરાતના એકમાત્ર બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના પીંપળી ગામના ગ્રામજનો સાથે સવારે-11:00 કલાકે સીધો સંવાદ કરશે તેમ બનાસકાંઠા જીલ્લા કલેક્ટર આનંદ પટેલે શુક્રવારે પીંપળી ગામની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.

[google_ad]

 

પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પ્રસંગે પ્રતિવર્ષ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવે છે અને તેમાં ગામના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે. તે જ રીતે આ વર્ષે પણ જીલ્લાભરમાં તા. 2 જી ઓક્ટોબરે ખાસ ગ્રામસભાઓ અને સફાઇ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. પાલનપુર તાલુકાના પીંપળી ગ્રામ પંચાયતના સરપંચ, સદસ્યો અને ગ્રામજનો દ્વારા પાણી, ગટર અને શૌચાલય સહીત ગ્રામ્ય સુખાકારીને લગતી તમામ કામગીરી સુંદર રીતે કરવામાં આવતાં તેની નોંધ લઇ આ ગામના ગ્રામજનો સાથે વડાપ્રધાન જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે. જીલ્લાના અન્ય ગામો પણ આ ગામમાંથી પ્રેરણા મેળવી સારી કામગીરી કરવા પ્રયત્નશીલ બને તેમ તેમણે જણાવ્યું હતું.

[google_ad]

 

પાલનપુર તાલુકાના પીંપળી ગામની કુલ વસતી 2444 છે અને 715 ઘરો છે. આ ગામમાં તમામ ઘરો 100 ટકા નળ કનેક્શનથી જોડાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગ્રામજનો સાથેના સીધા સંવાદને લઇ પીંપળી ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે તેમ ગામના અગ્રણી અને પાણી સમિતિના સભ્ય રમેશભાઇ પટેલે જણાવ્યું છે. આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગ્રામજનો સાથે સીધા સંવાદમાં અમારા પીંપળી જેવા નાના ગામની પસંદગી કરી એ અમારા માટે ગૌરવની બાબત છે.

[google_ad]

 

અમારા ગામમાં તમામ લોકોને ઘેર ઘેર નળ કનેક્શનથી જોડવામાં આવ્યા છે. આ ઉપરાંત ગટર વ્યવસ્થા અને 100 ટકા શૌચાલય સહીતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પાણીની ગુણવત્તાની ચકાસણી પાણી સમિતિના સભ્યો, આશા વર્કર બહેનોને વાસ્મો કચેરીના વોટરક્વોલીટી સ્ટાફ દ્વારા તાલીમ આપી ફીલ્ડ ટેસ્ટ કીટ આપવામાં આવી છે. જેથી પાણી સમિતિના સભ્યો પાણીના સેમ્પલ લઇ પાણીની ગુણવત્તાની જાતે ચકાસણી કરી શકે છે. વાસ્મોની આ યોજના નહોતી ત્યારે ગામમાં પીવાના પાણી માટે ખૂબ મુશ્કેલીઓ પડતી હતી. આજે ગામને 10 ભાગમાં વિભાજીન કરી દરેક ભાગમાં 55 થી 65 ઘરો આવરી લઇ તમામ ઘરોમાં એક સમાન પાણી વિતરણની વ્યવસ્થા ઉભી કરી સમયપત્રક મુજબ પાણી આપવામાં આવે છે.

[google_ad]

advt

કલેક્ટરની પીંપળી ગામની મુલાકાત પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરે, પ્રાંત અધિકારી એસ. ડી. ગિલવા, તાલુકા વિકાસ અધિકારી પરમાર, વાસ્મોના અધિકારી કૈલાશબેન મેવાડા અને આશિષભાઇ પટેલ સહીત અધિકારીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

From – Banaskantha Update

 


Share