સાઈબર ફ્રોડ કરનારા લોકોએ એક નવી ટ્રિક અપનાવી છે. આ ટ્રિક ખૂબ જ ખતરનાક છે અને તેના દ્વારા આપનું તમામ બેંક બેલેન્સ સાફ કરી નાખશે. તેનું નામ સિમ સ્વૈપ છે. આ સ્ટોરીમાં આપને તેના વિશે સમગ્ર વિગતો મળી જશે.
[google_ad]
આમ તો નામથી જ ખબર પડી જશે. ફ્રોડ કરવાની આ રીત સિમ કાર્ડ સાથે જોડાયેલી છે. આપના નામથી ચાલી રહેલા ફોન નંબરને બંધ કરીને આ ઠગ તે નંબરથી બીજુ સિમ કાર્ડ કઢાવી લેતા હોય છે. અને જ્યાં સુધી વ્યક્તિના ધ્યાનમાં આવે છે, ત્યાં સુધીમાં તો પૈસા સાફ થઈ ગયા હોય છે. જ્યારે ફ્રોડ ઓ.ટી.પીની મદદથી હજારો રૂપિયાનું ફ્રોડ કરી નાખે છે. તો વિચારો જો આપનું સિમ કાર્ડ જ તેમની પાસે જતું રહે તો, લોકો શું શું ન કરી શકે !
[google_ad]
આપનો ફોન નંબર બંધ કરાવીને કોઈ કઈ રીતે બીજો નંબર લઈ શકે છે. આ સવાલ સ્વાભાવિક છે. તો તેને એકદમ સરળ ઉદાહરણની મદદથી સમજીએ. એક વ્યક્તિ છે જેનું નામ રમેશ છે, રમેશને કોઈ અજાણ્યા નંબરથી ફોન આવ્યો, ફોન કરનારા ઇસમે રમેશને જણાવ્યુ કે, આપને એક લાખની લોટરી લાગી ગઈ હતી અને તેમાં એ લોકોના નામ સામેલ છે. જે વોટ્સએપનો ઉપયોગ કરે છે. કરોડો લોકોમાંથી ફક્ત અમુક લોકોના નામ જ પસંદ કરવામાં આવ્યા છે.
[google_ad]
ત્યારે રમેશે પુછ્યુ કે, આ ઈનામ મેળવવા માટે શું કરવાનું રહેશે. તો કોલ કરનારો જે એક ફ્રોડ છે, તે કહે છે કે, આપને આપનું પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક ડીટેલ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો મોકલવાનો રહેશે. જેમાં આપને એક પણ રૂપિયા આપવો પડશે નહીં. અને 5- 6 દિવસની અંદર આપના ખાતામાં રૂ. 1 લાખ આવી જશે.
[google_ad]
જેના પર રમેશે આધાર, પાન, બેંક ડીટેલ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો શેર કરી દીધો. હવે શરૂ થાય છે સિમ સ્વૈપ કરવાનો ખેલ. એક સિમ કાર્ડને બંધ કરવા અથવા ચાલુ કરવા માટે આધાર કાર્ડ અને ફોટો જ ઉપયોગ થાય છે. ફ્રોડ આપના આધાર કાર્ડ અને ફોટોનો ઉપયોગ કરીને પહેલા સિમ કાર્ડ બંધ કરાવી લેશે. સિમ બંધ થયા બાદ આજ નંબર ફરીથી પોતાના નામે કઢાવી લેશે. આપને લાગશે કે કદાચ નેટવર્ક અથવા ફોન ખરાબ થઈ જવાના કારણે આવું બન્યુ હશે, એટલા માટે સિગ્નલ દેખાતુ નથી.
[google_ad]
રમેશ પાસેથી તેની બેંક ડીટેલ પણ માંગી હતી. હવે રમેશના બેંક અકાઉન્ટને ઓનલાઈન એક્સેસ કરવાની કોશિશ થઈ રહી છે. ફોન નંબર દ્વારા પાસવર્ડ બદલીને નાખવામાં આવશે અને જે નંબર પર ઓટીપી આવશે, તે ફ્રોડ લોકોએ પહેલાથી જ પોતાના નામે કરાવી રાખ્યો હોય છે. હવે ધડાધડ આપનું બેંક અકાઉન્ટ ખાલી થવા લાગશે. બાદમાં આ સિમ કાર્ડ તોડીને ફેંકી દેવામાં આવશે. તો હવે આપને ખ્યાલ આવી ગયો હશે કે, આખરે આ સિમ સ્વૈપ છે શું.
From – Banaskantha Update