ડીસામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસતાં ઘર વખરીને નુકશાન : પ્રિ-મોન્સૂન પ્લાનિંગની પોલ ખુલી

- Advertisement -
Share

દર વર્ષે ચોમાસામાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે

 

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં મંગળવારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ડીસામાં પણ 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં રીજમેન્ટ અને ધુળીયા કોટ વિસ્તારના અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
ડીસામાં મંગળવારે વહેલી સવારે 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી સતત વરસાદ વરસ્યો હતો. 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી.
અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ખાસ કરીને ડીસાના રીજમેન્ટ અને ધુળીયા કોટ વિસ્તારમાં આવેલા અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયું હતું.
ઘરોમાં એક-દોઢ ફૂટ પાણી ઘૂસી જતાં લોકોની ઘર વખરીને પણ નુકશાન થયું છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘર બંધ કરી ઉંચાણવાળી જગ્યાએ જવાની ફરજ પડી હતી.
દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારોમાં પાણીનો ભરાવો થઇ જાય છે. તંત્ર દ્વારા દર વર્ષે પ્રિ-મોન્સૂન પ્લાનીંગ અંતર્ગત લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
પરંતુ પાણીના કાયમી નિકાલ માટેની ચોક્કસ વ્યવસ્થા થતી નથી અને તેના કારણે દર વર્ષે ચોમાસામાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

મંગળવારે પણ માત્ર 2 ઇંચ જેટલાં વરસાદમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
અસરગ્રસ્ત લોકોની માંગ છે કે, ‘તંત્ર દ્વારા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવે તો તેઓ દર વર્ષે નુકશાનમાંથી બચી શકે તેમ છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!