લાખણીમાં કેન્દ્ર સરકારના વિજબીલ 2023ના વિરોધમાં ધરણાં પ્રદર્શન : પોલીસ દ્વારા હોદ્દેદારો અને કાર્યકરોની ધરપકડ

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા કેન્દ્ર સરકાર વીજ બિલ 2020 લાગુ કરવા જઈ રહી છે તેને લઈ વિરોધ પ્રદર્શન અને ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

 

જોકે, વિરોધ અને ધરણાં પ્રદર્શન કરવા જતા પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અને હોદ્દોદારોની અટકાયત કરવામાં આવી હતી. આંદોલનના સમયે ખેડૂતો પર ખોટા કેસ પરત લેવા એવા વાયદાઓ આપ્યા હતા, પરંતુ એની અમલવારી ન થતાં તેના સામે પણ વિરોધ દર્શાવ્યો હતો.
જેમાં રાષ્ટ્રીય કિસાન સંગઠનના તાલુકા પ્રમુખ ભરતભાઇ, મહામંત્રી રમેશભાઈ, વગતાભાઈ અને કમલેશભાઈ સહિતના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓની આગથળા પોલીસે દ્વારા અટકાયત કરી હતી.
આ અંગે દોલાભાઈએ જણાવ્યું હતું કે, સંયુક્ત કિસાન મોરચા દ્વારા ધરણા પ્રદર્શન હતું. નવું બિલ 2020 જે સરકાર પસાર કરવા જઈ રહી છે એટલે ખેડૂતો બરબાદ થઇ જશે. જે ધરણા પ્રદર્શન કાર્યક્રમ હતો પરંતુ કાર્યક્રમ ન થવા દેતા સરકાર ક્યાંકને ક્યાંક પોલીસને આગળ કરી અને જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરી લોકશાહીનું હનન કરે છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!