ડીસા તાલુકામાં માં-બાપે પેટે પાટા બાધી પુત્રને લશ્કરમાં કોબરા કમાન્ડો બનાવ્યો

- Advertisement -
Share

જૂના નેસડા ગામના નિરીક્ષક માતા-પિતાએ પેટે પાટા બાંધી દીકરાએ સપનું સાકાર કરવા લશ્કરમાં કોબરા કમાન્ડોની ટ્રેનિંગ પૂરી કરી

 

ડીસા તાલુકાના જૂના નેસડા ગામના પ્રવિણસિંહ ફુલસિંહ રાઠોડ જેઓ ૨૦૧૪ માં સી.આર.પી.એફ.માં જાડાયા હતા. જેઓ પોતાના મા-બાપ અભણ હતા અને પશુપાલન તેમજ ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જેમાં પ્રવિણસિંહ બચપણથી સેનામાં જાડાવાનો સપનું હતું અને પોતાના મા-બાપ પણ ખેતી કામ કરતા હતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને પોતાના મા-બાપને પણ મદદરૂપ થતા હતા અને નાનપણથી સેનામાં જાડાવાનું એક સપનું હતું.

 

 

જેઓ ૨૦૧૪ માં સી.આર.પી.એફ. માં જાડાયા હતા અને જેઓએ તાજેતરમાં કોબરા ટ્રેનિંગ ત્રણ માસની કમાન્ડોની ટ્રેનિંગ પૂરી કરી હતી. માદરે વતન જૂના નેસડા ગામે પધાર્યા હતા અને સમસ્ત ગામ લોકો દ્વારા સ્વાગત સામૈયું, ફૂલહાર અને ઢોલ નગારા સાથે મોં મીઠું કરાવી સન્માન કરાયું હતું. જેઓને ડી.આઇ.જી. દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. જેઓ હાલ જમ્મુ-કાશ્મીરમાં દેશની સેવા કરી રહ્યા છે. જેઓએ તાજેતરમાં કોબરા કમાન્ડોની ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન જૂના નેસડા ગામે પધારતાં ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે સન્માન કરાયું હતું. જેઓએ જૂના નેસડા ગામ અને સમાજનું ગૌરવ વધાર્યું છે.

 

 

 

 

 

 

 

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!