બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકો અને આગેવાનો સાથે કરી વિચાર ગોષ્ઠિ

Share

બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ ડીસાના નાગફણા ગામની શુભેચ્છા મુલાકાત લઇ ગામના આગેવાનો અને પશુપાલકો સાથે બેઠક કરી અરસ પરસ વિચાર ગોષ્ઠિ કરી હતી.

[google_ad]

એશિયા ખંડમાં પ્રથમ નંબરનું સ્થાન ધરાવતી બનાસ ડેરી થકી બનાસકાંઠા જીલ્લાના પશુપાલકોનો વિકાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. પશુપાલકો પણ દુધ ઉત્પાદન થકી ગ્રામ્ય અર્થતંત્રને મજબુત બનાવી રહ્યાં છે.

[google_ad]

ત્યારે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ ડીસા તાલુકાના નાગફણા ગામની શુભેચ્છા મુલાકાત લઈ શ્રી નાગફણીયા ગોગા મહારાજના મંદિરે માથું ટેકવી આશીર્વાદ મેળવ્યાં હતાં.

[google_ad]

ત્યાર બાદ બનાસ ડેરીના ડીરેકટર રામજીભાઇ દેસાઇ સહિત આસપાસના ગામના આગેવાનો અને પશુપાલકો સાથે બેઠક કરી વિચાર વિમર્સ કર્યો હતો. આ પ્રસંગે બનાસ ડેરીના ડીરેક્ટર રામજીભાઇ દેસાઇ (નાગફણા), ડીસા તાલુકા ભાજપ મહામંત્રી ઇશ્વરભાઇ દેસાઇ, બાબુભાઇ દેસાઇ (નાની ઘરનાળ), અમરતભાઇ દેસાઇ (દામા), નાગફણા દુધ મંડળીના મંત્રી બાબુભાઇ દેસાઇ, સહદેવભાઇ પટેલ સહિત આગેવાનો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

From – Banaskantha Update


Share